________________
આ જ આર્દ્રકુમારમુનિ ચોર અને તાપસો જેવા અનેકને બોધ પમાડી, પોતે પણ કેવળજ્ઞાની બન્યા.
તીવ્ર તપશ્ચર્યાથી મોહકર્મનો સમૂળગો છેદ કરીને તે જ ભવે મોક્ષનગરીમાં મહાલતા થયા.
એક વખતનું વ્રતીપણું, એક વખતનું સાધકપણું, એક વખતની તીવ્ર વૈરાગ્ય ભાવનાએ તેને મોક્ષ અપાવી દીધો. “કારણ કે તે સાધુ હતા.”
+= ==+===+=
“કારણ કે તે સાધુ હતા”
[40]
+
મુનિશ્રી દીપરત્નસાગરજી