________________
ત્યારે થાંભલો જ માની “વર” તરીકે પસંદ કર્યો ત્યારે પણ ફરી વ્રતની વિરાધના ન થાય તે માટે સ્થાન પરાવર્તન કરી અન્યત્ર વિહાર કરી દીધો. બાર-બાર વર્ષના વહાણાં વાઈ ગયા, પણ શ્રીમતી તો તેની જ ઝંખના કરી રહી છે.
પૂર્વભવના પતિ-પત્ની છે. એ સ્નેહના તંતુની પકડ મજબૂત બની. દેવવાણી અન્યથા થાય નહી. ભોગફળ પણ બાકી છે. પુનઃ સંસારપ્રવેશ પામી આદ્રકુમારે શ્રીમતી સાથે જીવન પણ વિતાવ્યું, બાર વર્ષ તે અવસ્થામાં પસાર પણ કર્યા, પણ આત્મા તો પૂર્વના અભ્યાસથી વૈરાગી જ હતો ને !
આદ્રકુમાર વિચારે છે કે.. પૂર્વે તો મનથી જ વ્રતનું ખંડન હતું તો પણ અનાર્યપણું પામ્યો, આ ભવે તો પ્રત્યક્ષ વ્રતખંડન કર્યું છે. હવે તો ચારિત્રને તારૂપી અગ્નિ વડે જ શુદ્ધ કરું.
સંસારભાવના, એકત્વભાવનાદિ સામે વૈરાગ્યભાવની ધારાએ ચઢેલા આન્દ્રકુમારના મને બળવો કર્યો, ફરી તેણે ચારિત્રલેશને ગ્રહણ કરી લીધો. સંસારના મોહમાં ડૂબેલા આદ્રકુમારને મોહનું બંધન ફગાવીને ક્ષાયિક-ચારિત્રનો માર્ગ જચી ગયો. પણ કેમ ?... આવું કેમ બન્યું?...
કારણ કે તે સાધુ હતા.”
“કારણ કે તે સાધુ હતા”
[39]
મુનિશ્રી દીપરત્નસાગરજી