________________
૯-વલ્કલગીરી
વલ્કલચીરી જ્યારે વીર પરમાત્માના વંદનાર્થે ગયા ત્યારે પરમાત્મા કહે છે કે, હે વલ્કલચીરી ! તમે કેવળી છો. આ બધા સાધુને વંદન કરવાનું ન હોય - અને વલ્કલગીરી કેવળીની પર્ષદામાં જઈને બેઠા.
આ એ જ મનુષ્ય છે, જેનો જન્મ વનમાં થયો છે. જન્મતા જ માતા મૃત્યુ પામેલ છે. લોકવ્યવહારથી બિલકુલ અજ્ઞાત છે અને સ્ત્રી-પુરૂષના ભેદ સુદ્ધા પણ તે જાણતો નથી.. જન્મથી જ બ્રહ્મચારી છે. એ તરુણાવસ્થાને પામ્યો અને તેના પોતાના ભાઈ પ્રસન્નચંદ્રરાજા કપટથી તેને પોતાના રાજ્યમાં લાવ્યા ત્યાં સુધી લોકસંજ્ઞાથી તદ્દન અનભિજ્ઞ આ બાળકે તાપસ સિવાયનો કોઈ ધર્મ પણ જાણ્યો નથી.
બાર વર્ષ સુધી રાજ્યના અને ભોગના સુખમાં પણ પ્રસન્નચંદ્ર રાજાને ત્યાં કદી ધર્મદેશના સાંભળી નથી. તો પણ તે કેવળી થઇ મુક્તિ પામ્યા ! પણ કેમ ? કઈ રીતે બની શકે આ વાત કે ધર્મનો સ્પર્શ પામ્યા વિનાનો, એક પણ શબ્દનું ધર્મશ્રમણ કર્યા સિવાય આ જીવ ધર્મનો પાર પામીને કેવળજ્ઞાન રૂપી લબ્ધિ પ્રાપ્ત કરી શકે ?
“કારણ કે તે સાધુ હતા”
[29]
મુનિશ્રી દીપરત્નસાગરજી