________________
૧૬-મહાબલકુમાર
પરમાત્મા શ્રી મહાવીરની દેશનાનું શ્રવણ કરી રહેલા સુદર્શન શ્રેષ્ઠી કાળનું સ્વરૂપ સાંભળીને ભગવંતને પૂછે છે કે, હે ભગવન્! “પ્રમાણકાળ” કોને કહેવાય? “યથાનિવૃત્તિકાળ” એટલે શું? “મૃત્યુકાળ”નો અર્થ શો? “અદ્ધાકાળ”નું સ્વરૂપ સમજાવો.
આવો પૃચ્છના' રૂપ સ્વાધ્યાય કરતાં કરતાં તેના પૂર્વભવનું વૃતાંત પ્રભુ પાસે સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયો. તુરંત પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદને પામ્યા.
પૂર્વભવનું જ્ઞાન થવાના કિસ્સા તો આજે પણ જોવાય છે, વંચાય છે, સંભળાય છે, તો શું તે બધાં દીક્ષા લે છે? ના
જો દીક્ષા જ ના લે તો કેવળજ્ઞાન કે મોક્ષ તો કઈ રીતે પામે ? અને અહીં સુદર્શન શ્રેષ્ઠીપુત્રને આ પૃચ્છના રૂપ સ્વાધ્યાય છેક સર્વકર્મના ક્ષય સુધી લઇ જનારો બન્યો. એવી તે કઈ વાત છુપાયેલી છે ગર્ભમાં કે જે સ્વાધ્યાય તપના તપસ્વી શ્રેષ્ઠીને મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થી બનાવી ગઈ? એક જ વાત - “કારણ કે તે સાધુ હતા.”
“કારણ કે તે સાધુ હતા”
[51]
મુનિશ્રી દીપરત્નસાગરજી