________________
૮-નંદીષણ મુનિ
બાર બાર વર્ષના વહાણા વાયા. આ જ નંદીષેણ સર્વ લક્ષ્મીને તૃણ ગણીને દીક્ષા અંગીકાર કરી, તીવ્ર તપશ્ચર્યા કરી, કર્મનો ક્ષય કરી અંતે મોક્ષને પામ્યા.
આ મુક્તિગામી જીવના જીવનનાં પાનાં ઉથલાવીએ તો બાર વર્ષથી તો આ નંદીષણ વેશ્યાની સોડમાં ભરાયેલો અને ભોગ-વિલાસમગ્ન છે. બાર-બાર વર્ષથી વેશ્યાગામી બનેલા જીવને વળી દીક્ષા અને મોક્ષ ક્યાંથી હોય ? મોહથી ઘેરાયેલા આવા જીવને સીધો મોહનીય કર્મનો જ ઉચ્છેદ કરવાનું સામર્થ્ય આવે ક્યાંથી ?
હકીકત છે કે બાર વર્ષથી આ નંદીષેણ ભોગમાં ડૂબેલા છે. પણ વૈશ્યાને ત્યાં પડી રહેલા તેના જીવનનું બીજું એક પાસું આપણે વિચારેલ જ નથી.
આ નંદીષેણ શ્રાવકધર્મનું પાલન કરી રહ્યો છે, વેશ્યાને ત્યાં ભોગની ઈચ્છાથી આવતા કામી પુરુષોને પ્રતિબોધ કરી તે દીક્ષા અપાવી રહ્યો છે. આ વાત પણ વળી અભિગ્રહપૂર્વકની – મારે રોજ દશ કામી પુરૂષોને બોધ આપી દીક્ષા અંગીકાર કરાવવી. વિચારો કે વેશ્યાને ત્યાં આવતા
“કારણ કે તે સાધુ હતા”
[25]
મુનિશ્રી દીપરત્નસાગરજી