________________
સાધુ હતા તે. અષાઢાભૂતિ મુનિ ગોચરી વહોરવા નીકળેલા હતા. વધુ ને વધુ લાડુ વહોરવાના મોહમાં, થોડી-થોડી વારે રૂપ બદલીને એક ને એક ઘેર જ ગોચરી માટે આવતા જોઈ તે ઘરના માલિકને થયું કે જો આ સાધુ સંસારમાં પડે તો નાટ્યકળામાં ડંકો વગાડી શકે.
આખર એ દિન આવ્યો. ગુરુમહારાજની આજ્ઞા લેવા ગયા. જો કે આજ્ઞા તો ચારિત્ર લેવાની હોય, છોડવાની ન હોય. પણ મનમાં વસેલી પેલા ગૃહસ્થ વિશ્વકર્માની બંને પુત્રી અને લાડવાનો સ્વાદ.
ગુરુમહારાજને વિનયપૂર્વક વાત કરી પાછા પગે નીકળે છે. ગુરુ તેનાં આ આજ્ઞાંકિત અને વિનયીપણાને વિચારી ચિંતવે છે કે હજી તેનામાં આ બે ગુણો છે, જે જરૂર તેનું કલ્યાણ કરનારા થશે.
અને ખરેખર ! એવું નિમિત્ત મળી પણ ગયું. સ્ત્રી અને સંસારથી આસક્તિ ખસી ગઈ, પછી તો અનાસક્ત ભાવે કેવળ દાક્ષિણ્ય બુદ્ધિએ જ નાટક કરવા ગયેલા. નાટકની આવક સ્ત્રીઓને અર્પણ કરવી, તે બંને સ્ત્રીઓની આજીવિકા ચાલશે; અને હું દીક્ષા લઈશ એ જ હતી તે વખતે અષાઢાભૂતિની બુદ્ધિ તથા મનના પરિણામો.
“કારણ કે તે સાધુ હતા”
[46]
મુનિશ્રી દીપરત્નસાગરજી