________________
આહાર લાવી આપી નિર્મળ ગોચરી-ભક્તિ કરવાના અભિગ્રહધારી મુનિ બન્યા. આહાર આદિથી કરેલ વિશુદ્ધ ભક્તિ તેના ચક્રવર્તીપણાનું કારણ જરૂર બની, પણ આરાધક ભાવે કરાયેલી ભક્તિથી ઉપાર્જિત કર્મ તેને સંસારમાં જકડનાર બેડીરૂપ ન બન્યું. બળે ભવના મુનિપણાના સંસ્કાર અને વિશુદ્ધ સાધુધર્મની આરાધનાએ તેને ચક્રવર્તીપણાની મૂર્છાથી દૂર લઇ ગયા અને બની ગયા ભરત કેવળી મોક્ષના અધિકારી. “કારણ કે તે સાધુ હતા.”
પૂર્વેની સાધુપણાની સ્પર્શના તેને માટે બની ગયો સિદ્ધશિલાનો પાસપોર્ટ. બસ, આ જ છે મોક્ષમાર્ગના પ્રબળ પુરૂષાર્થી ભરત ચક્રીની પ્રાગૈતિહાસિક પ્રતિભા.
==
=
+
==
=
+
=
==
+
=
=
=
+
==
=
“કારણ કે તે સાધુ હતા”
7]
મુનિશ્રી દીપરત્નસાગરજી