________________
પ્રવજ્યાના પંથે મક્કમ રીતે આગળ વધતા નંદીષેણે પરમાત્મા પાસે દીક્ષા લઇ છઠ્ઠ-અઠ્ઠમ આદિ તપશ્ચર્યા આદરી દીધી. મારે ભોગકર્મનો જ ચૂરો કરી નાંખવો છે તેવી મક્કમતા સાથે જ જીવનનૌકાને સંસારસમુદ્રમાંથી આગળ ધપાવી. સાથે સ્વાધ્યાય-સૂત્રાર્થ-બાર ભાવનાઓનું ચિંતવનબાવીશ પરિષહોને સહન કરવા આદિ અનેકવિધ શસ્ત્રો કામદેવ સામે છોડવા માંડ્યા.
કર્મના વૃક્ષનું ઉન્મૂલન કરવા તીવ્ર તપશ્ચર્યા, ઉષ્ણ ઋતુમાં આતાપના તથા શીત-ઋતુમાં ટાઢ સહન કરવી, વર્ષાઋતુમાં ઇન્દ્રિયો ગોપવવી આદિ તમામ પુરૂષાર્થ તેમણે મોક્ષમાર્ગે કાર્યરત કરી દીધો.
જ્યારે ચારિત્રની રક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે પર્વત પરથી ઝંપાપાત કરવાના અને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાના પણ પ્રયત્નો કર્યાં.
દેવતા અટકાવે છે કે, નંદીષેણમુનિ ! તમે ચરમશરીરી છો. તમારે મોક્ષે જવાનું છે. તમે આ રીતે ન જ મરી શકો. ત્યારે એક સામાન્ય નિમિત્તે તેના પતનની દિશા ખોલી નાંખી
પરંતુ આ પતન સમયે પણ કેવો ઘોર અભિગ્રહ કર્યો કે– ખાવું, પીવું, સંડાસ, પેશાબ બધું જ ત્યાગ. વેશ્યાને ત્યાં આવતા દશ પુરુષો ને પ્રતિબોધ કરું તો જ ભોગ ભોગવવા.
“કારણ કે તે સાધુ હતા”
મુનિશ્રી દીપરત્નસાગરજી
[27]