________________
૨૩-બ્રાહ્મણી
શ્રી ગૌતમસ્વામીએ પ્રણિપાત-વંદનાપૂર્વક પરમાત્મા મહાવીરને પૂછ્યું કે, હે ભગવંતા તે બ્રાહ્મણીએ પોતાના પૂર્વભવની એવી કઈ વાત કરી કે તે સાંભળીને તેની સાથે તેના પતિ ગોવિંદ બ્રાહ્મણે પણ દીક્ષા લીધી. પરમાત્માએ આપેલા ઉત્તરનો નિષ્કર્ષ એ જ કે -
કારણ કે તે સાધુ (સાધ્વી) હતા.”
આ સ્ત્રી બરાબર એક લાખ ભવ પૂર્વે ક્ષિતપ્રતિષ્ઠિત નગરના રાજાની રૂપી નામે કુંવરી હતી. લગ્ન થતાં જ તેના પતિનું મૃત્યુ થયું. અગ્નિપ્રવેશ કરવા ઈચ્છતી રૂપીને રાજાએ જૈનધર્મમાં અનુરક્ત થવા સલાહ આપી. કાળક્રમે તે રૂપી રાજ્યની બાગડોર સંભાળતી રાજા બની. અનુક્રમે શીલસન્નાહ સ્વયંબુદ્ધ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી.
એકદા શીલસન્નાહ મુનિ સમેતશિખર પર્વતે સંલેખના માટે તૈયાર થયા ત્યારે રૂપી સાધ્વીએ પણ સંલેખના માટે અનુમતિ માંગી. ગુરુભગવંતે જણાવ્યું કે, સર્વ પાપની આલોચના કરી નિઃશલ્ય બનીને જ સંથારો લઇ શકાય.
“કારણ કે તે સાધુ હતા”
[73]
મુનિશ્રી દીપરત્નસાગરજી