________________
યુદ્ધમાં પણ ભરત હારી ગયો.જ્યારે ભરત આ હાર પચાવી ન શક્યો ત્યારે ચક્રરત્ન મૂક્યું. બાહુબલી પણ ક્રોધાવેશમાં આવીને બોલી ઉઠ્યા કે આ તારા ચક્રરત્નને ચૂર્ણ કરી દઈશ. ત્યારે ભારતે મુઠ્ઠી મારી અને બાહુબલી જંઘા સુધી ભૂમિમાં ઉતરી ગયા. જેવા બાહુબલી મુઠ્ઠી મારવા ધસ્યા કે દેવો બોલ્યા, “ બાહુબલી, મુઠ્ઠી મારશો નહી. અન્યથા ભરત ચૂણિભૂત થઇ જશે.”
બાહુબલીએ ત્યાં જ સ્વયં મસ્તકના વાળનો લોચ કરી દીધો. ચારિત્ર ધારણ કરી કાયોત્સર્ગમાં સ્થિર થઇ ગયા.
પણ ક્યાંથી આવ્યો આ ભાવ ? જેમના પરિણામો બાર-બાર વર્ષથી યુદ્ધમય છે, ‘મારું કે મરું-ના ભાવો છે, આવા ભયંકર ક્રોધ-ક્લેશયુક્ત માનસમાં ક્ષમાભાવના અને વૈરાગ્યના બીજ રોપાયાં ક્યાંથી?
જે માનવીએ બાર-બાર વર્ષ આ ભૂમિરૂપ પરિગ્રહને માટે ક્રોધ-માન-કષાયને પોષ્યા તેમાં અચાનક આ વિરતિભાવ અને કષાયોની ઉપશાંતિનાં પરિણામ આવ્યા ક્યાંથી ? બસ, એક જ ઉત્તર -
“કારણ કે તે સાધુ હતા.”
“કારણ કે તે સાધુ હતા”
[9]
મુનિશ્રી દીપરત્નસાગરજી