________________
પૂર્વના ભવમાં સુબુદ્ધિ મંત્રીપુત્ર છે. ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરી છે, દીક્ષા અંગીકાર કરી છે, ફરી પણ મનુષ્યભવ પ્રાપ્ત કરી “સુબાહુ” નામે મુનિ બન્યા છે. તે ભવમાં પણ 500 સાધુઓની શરીરની ચાકરી કરીને અનન્ય બળ ઉપાર્જન કર્યું. પણ આ પૂર્વે પાળેલું સાધુપણું અને મોક્ષમાર્ગની વિશુદ્ધ આરાધનાનું બળ તેમને બાહુબલીના ભવમાં પણ ચારિત્રના પરિણામને દેનારા થયા.
એક વખત પણ વિશુદ્ધ ભાવથી કરાયેલી સંયમની સ્પર્શના બાહુબલીને યુદ્ધભૂમિમાં વૈરાગ્યાદાતા બનાવી ગઈ. નહીં તો ક્યાં ચક્રવર્તીનું બળ ? ક્યાં ચક્રવર્તીનું સૈન્ય ? કેટલા દેવતા અને સુભટોની સહાય ? છતાં બાર-બાર વર્ષ પર્યંત યુધ્ધમાં જીતી ન શક્યા?
અરે ખુદ ચક્રવર્તી પણ જે સામાન્ય મનુષ્યને હરાવી ન શક્યા એટલું જેમનું બાહુબળ હતું– પણ ના.!
આ બાહુબળની પ્રાપ્તિ આરાધક એવા વૈયાવચ્ચ ભાવની હતી. સુવિશુદ્ધ સંયમ આરાધનાની ઝળહળતી જ્યોતના પ્રકાશમાં આ એક પ્રાગૈતિહાસિક પ્રતિભાનું તેજ દેદીપ્યમાન બન્યું હતું. માટે જ તે મોક્ષમાર્ગનો પુરૂષાર્થી
“કારણ કે તે સાધુ હતા” [10]
મુનિશ્રી દીપરત્નસાગરજી