Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir
Catalog link: https://jainqq.org/explore/007112/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - 02 સેહજા. ૩ીપ પર - - - - , chhell 2 હું જા Oીને Rocche chhabh 2) ( - sheltenhદve ૮ ૧૬logo $ મગરસહેજ Chebelo Henrichch E bebes બ43પેપર 2 Chchhabe રીત : "Prostiche och nibh ૨૫ ૨૬ ણી જ ના Sicheshhero nnnebo ના 3 2033 2032 333 332333 222222 સહેજા, ત્મસ્વરૂપ પરમગુર સહેજો,ત્મસ્વરૂપ પરમગુરૂસહેજીત્મસ્વરૂપ સહજામ સ્વરેપ પરમારસહજા,મસ્વરૂપ પરમગુરસહજામસ્વરૂપ સહાળી, 1 પણ પરિણામ સાહજીના રવાડે આપી રહીને, સહજતા સ્વપ સહજાસ્મસ્વરૂપ પરમગુરૂ સહજા, ત્મસ્વરૂપ પરમગુરૂ સહજત્મસ્વરૂપ - ઘરમાં રહેલા સહજ સ્વરૂપ પરમગુ ૨ સહજી સ્મસ્વરૂપ પરમગુર સહેજા સ્વરૂપે Page #2 -------------------------------------------------------------------------- ________________ | | સહજત્મસ્વરૂપ પરમગુરુ / Page #3 -------------------------------------------------------------------------- ________________ કે - કારતક : મહારાજ :: : તે સહજત્મસ્વરૂપ એ મહા ચમત્કારિક મંત્ર છે. (સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિકર્મ ખપે છે, શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિતવૃત્તિ મંત્ર સ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે. જ્ઞાનીની શ્રદ્ધા કરી તેની આજ્ઞા પ્રમાણે ચાલો. “મારે ઘો, ગાળે તો”. “શ્રી લઘુરાજ સ્વામી - શાંતિ: શાંતિ: શાંતિ, - ણ કરી Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃત્તિ: સં ૨૦૪૮ ભાદરવા સુદ ૮: પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર લામ રોડ, દેવલાલી–૪૨૨૪૦૧ ફોટો ટાઈપ સેટીંગ તથા મુદ્રણ અનામિકા ટ્રેડિંગ કું. નવનીત ભવન, શારદાશ્રમ પાસે, ભવાનીશંકર રોડ, દાદર, મુંબઈ-૪૦૦ ૦૨૮ ફોન : ૪૩૦ ૭૨ ૮૬ (૬ લાઇન) Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.” મુખપૃષ્ઠ ઉપર કલાત્મક રીતે સપ્તરંગી ચક્રમાં પરમકૃપાળુદેવે આપેલ મહામંત્ર આલેખ્યો છે, જેની મધ્યમાં ‘શ્રીપરમકૃપાળુદેવનું હસ્તલીખીતે હે પ્રભુ” છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્રદેવની આજ્ઞાનું યથાર્થ આરાધન કરી પોતાનું આત્મહિત કર્યું એવા સર્વોત્કૃષ્ટ ઉપકારી પરમ પૂજ્ય શ્રીમદ્ લઘુરાજસ્વામી (પ્રભુશ્રી)ની કૃપાથી આજ્ઞાભક્તિ “હે પ્રભુ” (ભક્તિના વીસ દોહરા), “યમનિયમ”, “ક્ષમાપના” તથા મહા ચમત્કારિક અમૂલ્ય મંત્ર “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” આ દુષમ્ કાળમાં આપણને પ્રાપ્તિ થઈ. તે એમનો મહાઉપકાર છે. તેથી તેઓશ્રી જે આપણા હિતની વાત કરે છે તે વિસારી દેવા જેવી ન હોય. આવી આજ્ઞાભક્તિનું મહાસ્ય શ્રી પ્રભુશ્રીએ “શ્રીઉપદેશામૃતમાં ઠેર ઠેર બતાવ્યું છે. તે મહાત્મ આ પુસ્તકમાં લેવામાં આવ્યું છે. આજથી સો વર્ષ પહેલાં સંવત ૧૯૪૭, ભાદરવા સુદ આઠમના પવિત્ર Page #6 -------------------------------------------------------------------------- ________________ દિવસે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવે એ જ દિવસે “હે પ્રભુ”, “યમનિયમ”, “જડભાવે”, “જિનવર કહે છે જ્ઞાન” આ ચાર પદની અદ્ભુત રચના ખંભાત-વડવાની નજીક રાળજ ગામના વનક્ષેત્રે કરીને આપણા ઉપર અનંત કરુણા કરી છે. પ. પૂ. પ્રભુશ્રીની સેવામાં પૂ. બ્રહ્મચારીજીએ ઉપરોક્ત ચાર પદના જે અર્થ કર્યા છે તે જ આ પુસ્તિકામાં મૂકવામાં આવ્યા છે. લઘુ કદ હોવા છતાં આ શતાબ્દી પુસ્તિકા “હે પ્રભુ” સર્વ આત્માર્થી જીવોને મધુરતા ચખાડશે, તત્ત્વ પ્રીતિ રસ પાશે, અને મોક્ષ રુચિ ઉત્પન્ન કરશે. વિશેષમાં શ્રી પરમકૃપાળુદેવના સાક્ષાત હસ્તાક્ષર પણ આ પુસ્તિકામાં છે–તે આપણા માટે જ્ઞાનીનો અક્ષરદેહ છે. પ્રવચન ભક્તિરૂપ આ કાર્યમાં જેમણે તન, મન, ધન અને વચનથી ઉત્સાહપૂર્વક કામ કર્યું છે, તે સર્વને પણ તે આત્મલાભનું કારણ છે. આ પુજનિક પુસ્તિકા તથા ભક્તિની કેસેટનો વિનય તથા વિવેકપૂર્વક ઉપયોગ કરવાની નમ્ર વિનંતી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ a , , , , , , , , , , , , , , , , , , , , , . , , , , , અનુક્રમણિકા પાના નં. (૧) મંગળાચરણ (૨) જિનેશ્વર વાણી (૩) હે પ્રભુ! હે પ્રભુ!..... (૪) યમનિયમ (૫) જડભાવે (૬) જડ ને ચૈતન્ય.. (૭) ક્ષમાપના (૮) અહો અહો (૯) વચનામૃત પત્રાંક પ૩૪ (૧૦) ઉપદેશામૃત “હે પ્રભુ! હે પ્રભુ!”નું માહાત્મ .. (૧૧) જિનવર કહે છે. જ્ઞાન(અર્થ સહિત) (૧૨) આતમભાવના ભાવતા (૧ માળા) . (૧૩) હે પ્રભુ! હે પ્રભુ! (અર્થ સહિત) ..... (૧૪) યમનિયમ સંયમ (અર્થ સહિત) .. (૧૫) ક્ષમાપના (અર્થ સહિત) ... ....... , , , , , , , , , , , , , , , - - , , , , , , * , , , , , , , , , , , , , Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૧ પો "जिणाणाय कूर्णताणं सव्वंपि मोक्खकारणं। सुंदरपि सुबुद्धिए सव्वं भवणिबंधण॥" જિનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ–સ્વમતિ – કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે. શ્રી લઘુરાજસ્વામી (પ્રભુશ્રી)ના કહેવાથી મારી પ્રતિકલ્પનાનો ત્યાગ કરી હું તે શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માને સાચો મોક્ષમાર્ગ બતાવનાર અને અનન્ય શરણના આપનાર ગણી તેનું શરણ ગ્રહું છું. મેં તો આત્મા જાગ્યો નથી, પરંતુ યથાતથ જ્ઞાનીએ (પરમકૃપાળુ દેવ અને અનંતા જ્ઞાનીએ) એ જાણ્યો છે, તેવો મારો આત્મા છે. જ્ઞાનીએ (પરમકૃપાળુ દેવે) જે આત્મા દીઠો છે તે જ મારે માન્ય છે. તે પ્રાપ્ત કરવા તેમનું જ મારે શરણ માન્ય છે. આટલા ભવ મારે તો એ જ કરવું છે. એ જ માનવું છે કે પરમકૃપાળુએ જે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો, તેવો મારો આત્મા શુદ્ધ, સિદ્ધ સમાન છે. તે મેં જાણ્યો નથી પણ માન્યતા, વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ, રોમરોમ એ જ કરવી છે. આટલો ભવ એટલી જો શ્રદ્ધા થઈ ગઈ તો મારું અહોભાગ્ય. સમ્યફ પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા, આપ્યા છે પ્રેમે કરુણાકરી ધન, ધન ભાગ્ય અમારા, કૃતાર્થ થાશું પ્રેમે ભક્તિ કરી. “યમનિયમ”, “જડભાવે”, “જિનવર કહે છે જ્ઞાન” પદ રચના, આજ શતાબ્દી ઉત્સવ, સદગુરુ સંત સ્વરૂપની કરુણા. Page #10 -------------------------------------------------------------------------- ________________ મંગળાચરણ અહો શ્રી પુરુષ કે વચનામૃત જગહિતકરમ, મુદ્રા અરુ સસમાગમ સુતિ ચેતના જાગૃતકરમ; ગિરતિ વૃત્તિ સ્થિર રખે દર્શન માત્ર સે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવ કે પ્રેરક સકલ સદ્ગણ કોષ હૈ. સ્વસ્વરૂપ કી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતા કે કારણમ; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનાર હૈ. સહજાન્મ સહજાનંદ આનંદઘન નામ અપાર છે, સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુ ભક્તિ સે હો તીર્થપતિપદ શાસ્ત્ર મેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજ કે પદ આપ-પરહિત કારણમ, જયવંત શ્રી જિનરાજ વાણી કરું તાસ ઉચ્ચારણમાં ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે. Page #11 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ના નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે. ઉપમા આખાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો! રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.] - - * Page #12 -------------------------------------------------------------------------- ________________ เหews7; นู, วิตนก, ง ใฯ 1กก. 1460 13u). เจ เจ arei คน, ท า ะใน 08 คนูน 3 กิจกิจ : : yoney. ના થરાદેનન, અબ કી હર ทเป น แ ด เh 4" , , vant4 ก็แอ ติดา เติเอง คน คง คงเดิมๆ ริต ทฯยเป็: 19. เ% เหมาจจะ ý kina dj scă dis nan all na? นมแ3.8, 12, 14, us in 61, 1 me, (9 nะด, ค 53 เวส ทฯ เ ๆ ที่ เจิบ คห 149 ทนคใน Mitts ai, 0 คนเดิน st: shi nam gosinar, nia ini ulania - Page #13 -------------------------------------------------------------------------- ________________ โดยว ได้ใน ตลาง ตุแค อดี m4เจต แหะ ดินห์ด: เd ใน 4 เหy 3เนท จน: เงิ หty : 06 เน490. ไทเ ge!". ารเดิ เดิเต , 6 คน 9 คน ในพ) เป็น เจ t: 18 x เม. gะ ริน กิน ๆ เจงใจ ใn , กด ดิน หด ๆๆ. 6k -24 % Mild ชาร์ตเM เก คล, ** องๆ ณ. gR any, we 40 41 คน หจก #แท 69 3งโก : ( 3 systyฯฯ0 วัน รฯ) 134 - หสต. นิคฯ โดน ฯ( 48 มาดเจน: นง ฯฯฯ (1) มาก เหเจ .บ , เ ท” เขา คน. 12 13 14 1% 12 ก. Page #14 -------------------------------------------------------------------------- ________________ ง I . . . . ใก 1 ย in C 1,, จาค :หด สท 11 12 ดูง1 ๆ ทั้ง ๆ 28 21441 ใน 24 - XV 4 10 เหง ในห้า คะ! ห% ตรฯ 3 ต หng Mๆ 36 (เฟใ จ, *. ๑ งาน เ: : แdนว () By : 12% 1 คน หนwin หาร, ไกว, 3159 ( ni , พล มน เนเ ?รเหา + 4 5 - แก 3รุจี เร เห ห , 21113 4 2439 3*, ที่ 46ก$? (8. 3 () Page #15 -------------------------------------------------------------------------- ________________ C เกๆ 4 en กฯ ร. ดี ในเเ ดิวิเดนม (24) ยุคเก ฯๆ จน • เงิๆ กะ (เยๆ . หาโจด 4ฯตร, ตน ห ว ว เ ต. - ต น ด ด เ กจิ ใ5 ในเร็n} % เร , หด หาด หi ๆ ตา เจ ) • เหก เจ ทร์ด (3, (49) g เน ๆ ๆ . 3 Page #16 -------------------------------------------------------------------------- ________________ भाषा दिन विदारतले जबसे, हजुर २ 6 सान ? दिन सर्व३३ अयन यो पढे, मुक भारत में हुए जातकले ईना एक पावलले तुमकी; यह करत रही मुंगुरे मी इसमें प्राप्ते हुए रसो एक आवारे सर्व सुमने क्व मनकमन से, मनसे २१५ से. गुरदेव हि भान হলभात्य कसै नाक हैरल सिर्फ बने आप‌को २११ अमृत पावती प्रेमपनी ४ B Page #17 -------------------------------------------------------------------------- ________________ ง! จางๆ 1.44 ใน Gาน, 499เหฯ อเงิน - 6 2 : 31 โๆ จะๆ เ , ว) ราว) ๆ แgสุร (๕ ง ५. प्रा ใเเนติก , ด งาน ๆ ฯe ใจ ม ะ “เจ , ด" ห ๆ ง ก = 1 , - Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ જડ ભાવે જડ પરિણમે જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ, પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ? જો જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. બંધ મોક્ષ સંયોગથી, ક્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. વર્તે બંધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન, પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. Page #19 -------------------------------------------------------------------------- ________________ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત, કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. હોય તેહનો નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જાય. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧૧ ८ ૯ ૧૦ ૧૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ જડ ને ચેતન્ય | જડ ને ચૈતન્ય બને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, * સુપ્રતીતપણે બને જેને સમજાય છે સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૧ ૨ ૧૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ &માપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો. મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં, તમારા કહેવા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારા કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું હું નિરાશ્રિત છું, અનાથ છું. Page #22 -------------------------------------------------------------------------- ________________ નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્ત્વનાં ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૧૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો ! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; માન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પામો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત. ૧૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ BD भरळ व মদa मतानां भवन हे हिनी मु आहेछ भने वे यहेो दूरीमाष बुद्ध महानीती कधी भामार्शने विजे परमार्थनो हाल भयो वे तथा जोड़े प्राप्त करातेमा जोये नये स्थान झोला लाख रुसुन तो नीत यो आहि कामनादि समी केही जल अल्मे दीनत्व उमुंछे हे देना भावी होत गति मने हमाती नमी- हेमहे सर्वस्वसंशयाव योग में उर्दी छो भने भैश्वर्य छतां प्रत्न हुदै छो तो भौवर्या विपरीत केशव मार्ग में कायदा छतेते आगे भी मानी निवृत्ति १२ आहे ते निवृत्ति को सर्वोतम स्वदुपनि भोको को २२हूदियत्येवा भावते उत्पन्न काय ओन ६५८ ११- भोषा भावना होती होखा ड्डे Frisian auch "deltid lj zg, thin, धन्ते छोटो नामले एमामा होते होएरवी विशेष भानुप्रेक्षा आये नम इश्शोनो विशेष उपावृत्तिबाहेक rom भारत भोट छु धंदे. उदेछ हेलेमा भर करने श साध्य नही है. वेलेले परमार्थने नाते भारी बरार हुसेनी में arched शुद्ध वृकेट ड्रेस क्रमलेले सत्यराजे विजे मिध्या छते निवृत्त हरलाको बोट उद्योछे, ते इर्वटळ बने ४३ पार्थ विशेष नो हो? ह मनुঈद B Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧. “આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે. અને તે યોગે કરી તેની પરમાર્થદૃષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હું નાથ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં ર્યો છે, અને સહજ ઐશ્વર્યુ છતાં, પ્રયત્ન કર્યોં છો, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર'. એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાકય ‘હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.” “બીજા આઠ ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યાં તે અત્યાર સુધી વૃથા થયાં, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ – વિશેષનો હેતુ છે.” શ્રીમદ્ રાજચંદ્ર આં. ૫૩૪ ૧૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ “પરમઉપકારી શ્રી લઘુરાજસ્વામી (પ્રભુશ્રી) રચિત ઉપદેશામૃત માંથી ભક્તિના વીસ દોહરાનું માહાત્મ્ય. 99 ભક્તિ, સ્મરણ, વાંચનમાં નવરાશનો વખત ગાળવો અને ધર્મ માટે સવાર સાંજ વીસ દોહરા, ક્ષમાપના નો પાઠ, વગેરે જે કરવાનું કહ્યું હોય તે ચૂકવું નહિ. (પાના નં. ૧૦૩) રોજ વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચનાનું પુસ્તક વાંચવાનું બનતાજાગે કરશો. વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ તો સાંજે કે સવારે ભણવા. તેનું ફળ અવશ્ય થશે. આત્માર્થે કરવું. બીજું કાંઈ ઇચ્છવું નહીં. (પાના નં. ૧૦૬) વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ મંત્ર વગેરે સાંભળવા, વિચારવામાં વિશેષ કાળ ગાળવા યોગ્ય છેજી. (પાના નં, ૧૧૧) ૧૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના દુહા–“હે! પ્રભુ, હે! પ્રભુ” માં અનુકૂળ જોગે જેટલો અવકાશ મળે તેટલો કાળ વૃત્તિ રોકી ઉપયોગની જાગૃતિ રાખી વર્તવું. સવૃત્તિનું અનુસંધાન કરવું. (પાના નં. ૧૧૪) સંસાર ઉપરથી આસક્તિ ઉઠાવી લઈ પરમકૃપાળુદેવ ઉપર, તેના વચનો ઉપર, તેની મુખમુદ્રા, તેના જણાવેલ ‘સમરણ’‘વીસ દુહા' ‘ક્ષમાપનાનો પાઠ’ ‘છ પદનો પત્ર’ ‘આત્મસિદ્ધિ’ આદિ અપૂર્વ હિતના કારણ જે સત્સાધન છે તેનું સેવન નિરંતર કર્તવ્ય છેજી. (પાના નં. ૧૨૮) તેમનો બતાવેલો માર્ગ જે પરમકૃપાળુદેવની ભક્તિ પરમોત્કૃષ્ટ સાધન જે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' નો મંત્ર તથા ‘વીસ દોહરા' ‘ક્ષમાપનાનો પાઠ’ ‘આત્મસિદ્ધિ’ ‘છ પદનો પત્ર’ આદિ જે જે આજ્ઞારૂપ ધર્મ બતાવ્યો છે તેનું આરાધન જો કર્યા કરીશું તો અવશ્ય કલ્યાણ થશે. તેમણે બતાવેલું આપણા આત્માને કલ્યાણકારી અને સત્ય છે. તેમાં આપણી મતિકલ્પના ઉમેર્યા સિવાય ૧૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વચ્છંદ રોકીને વર્ત્યા જઈશું તો અવશ્ય મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી મોક્ષ પામીશું. (પાના નં. ૧૨૯) વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ અને છ પદનો પત્ર એ અમૂલ્ય વાતો હ્દયમાં કોતરી રાખી ઊંડી સમજણ કરવા યોગ્ય છે. તેમાં સર્વ શાસ્ત્રોનો સાર આવી જાય છે. સમયે સમયે જીવ મરી રહ્યો છે. તો જેટલો કાળ તે વચનો સાંભળવામાં જાય, તેના વિચારમાં જાય તે જીવનું મરણ સુધારનાર સમાધિમરણનું કારણ છે. (પાના નં. ૧૩૩) વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, વગેરે ભક્તિ-સ્મરણમાં નિત્ય નિયમિતપણે અમુક કાળ કાઢવા લક્ષ રાખશો. (પાના નં. ૧૩૮) કૃપાળુદેવનાં વચન – વીસ દોહા અપૂર્વ છે! પણ જીવે સામાન્ય કરી નાખ્યા. અલૌકિક દૃષ્ટિથી વિચાર નથી કર્યો. આવું ચિંતામણી રત્ન તે કાંકરાની માફ્ક જાણ્યું. આ વચન! કૃપાળુદેવની કૃપાથી મળેલા વીસ દોહા આત્મભાવથી બોલવાના છે, અને ઉપયોગમાં રહે ૨૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ તો કર્મની કોડ ખપે છે. (પાના નં. ૧૮૭). વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ એ મહા મંત્ર છે! તાલપૂટ વિષ ઉતારે એવો મહા મંત્ર છે! જો એનો ભેદી મળે અને માહિત થાય તો બધું થાય. જીવને શ્રવણ કરે તો વિજ્ઞાનપણું આવે. તેમ શ્રવણ કરવાથી ખબર પડે. તેથી કર્મ મૂકીને મોક્ષ થાય. આપણા બાપદાદા કરતાં આવ્યા છે તે કંઈ મૂકીએ? તો કે તેમાં ધૂળ પડી! કરવાનું છે તે કર્યું નથી. પુરુષ, સ્ત્રી એ કોણ છે? આત્મા છે. આત્મા પુરુષ, સ્ત્રી, ઢોર નથી; એ બધાં વળગણ છે. એ તો મૂકવાના છે. માત્ર એક આત્મા જ છે. આ ઠપકો નથી, પણ શિખામણ છે. વિસ દોહા અને ક્ષમાપનાનો પાઠ કરવા જેવા છે. (પાના નં. ૨૫૪) તત્ત્વજ્ઞાન કાલે લાવજો. તેમાંથી અવસરે પાઠ કરવા જેવું થોડું બતાવીશું. નાહીને જેમ ચંડીપાઠ બોલે છે, તેમ ક્ષમાપનાનો પાઠ અને વીસ દુહા બતાવીશું તે દરરોજ ભણવા તથા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એનો જાપ કરવો. (પાના નં. ૨૯૭) ૨૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ આ તત્ત્વજ્ઞાનમાંથી દુહા વીસ છે તે મુખપાઠ કરવા અને રોજ બોલવા. બોલતાં એવી ભાવના કરવી કે હે પ્રભુ! હું તો અનંત દોષનો ભરેલો છું– ક્રોધ, માન, માયા, લોભ, વિષય, પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. એવી દીનત્વની ભાવના કરવી, બહુ સમજવા જેવા આ વીસ દુહા છે. (પાના નં. ૩૧૦) ભક્તિના “વીસ દુહા ધમનિયમ' બહુ પુણ્ય કેરા પંજથી” “ક્ષમાપનાનો પાઠ, વગેરે રોજ ભક્તિ કરવામાં આવે તેથી કોટિ કર્મ ખપી જશે, સારી ગતિ થશે. એકલો આવ્યો છે એકલો જશે. ભક્તિ કરી હશે તે ધર્મ સાથે જશે, આત્માને સુખ પમાડવું હોય તો પૈસોટકો કાંઈ સાથે આવશે નહીં. એક ભજનભક્તિ કરી હશે તે સાથે આવશે. ઘણા ભવ છૂટી જશે. માટે આ કર્તવ્ય છે. તેથી મનુષ્યભવ સફળ થશે. (પાના નં. ૩૮૦) ૨૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોધીને કહી દીધો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું વીસ દુહા ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તોપણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ’, ‘છ પદનો પત્ર, યમનિયમ” આત્મસિદ્ધિ' – આટલાં સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. ‘દરજીનો છોકરો જીવે ત્યાં સુધી શીવે.’ એ તો ખોટી વાત છે, પણ તેમાં જીવતાં સુધી આટલું તો કરજો જ, તેથી સમાધિમરણ થશે, સમક્તિનો ચાંલ્લો થશે. વધારે શું કહ્યું? (પાના નં. ૩૮૮) આતમજ્ઞાની હોય તે આત્મા જણાવે. પકડવા લાયક છે. એક વિશ્વાસ, પ્રતીતિ; અવશ્ય ત્યાં કલ્યાણ. ડાહ્યા ન થવું, વીસ ભક્તિના દુહા મહામંત્ર છે. યમનિયમ, સંયમ, ક્ષમાપનાનો પાઠ-ત્રણ વસ્તુ સ્મરણ કરવાનું ધ્યાન કરવા, લક્ષ-ખ્યાલમાં રાખવા યોગ્ય છે. આત્માં જોવો ૨૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્મા છે. જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાનીએ જોયો તે આત્મા. (પાના નં. ૪૦૩) વીસ દોહરા, આત્મસિદ્ધિ, ક્ષમાપના, વગેરેનું મહત્ત્વ અત્યંત છે! એ તો આત્મસ્વરૂપ પામેલા, આ કળિકાળમાં દુર્લભ, એવા પુરુષની વાણી છે. એનાથી યથાર્થ સમજે આત્મ સ્વભાવ પ્રગટે છે. દેવચંદ્રજીના સ્તવનો પણ એક આત્મજ્ઞની વાણી છે. છતાં પરમ કૃપાળુદેવની વાણી એનાથી ચઢિયાતી છે. એવા પુરુષ ઘણે કાળે થયાં. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કારરૂપ હતું. મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો, તો તેમને ગુરુ કરી સ્થાપવા દઢ શ્રદ્ધા કરવી. (પાના નં. ૪૧૧) વીસ દોહરા, ક્ષમાપના શીખે અને રાજે બોલે તો ઘણું કલ્યાણ થાય. મનમાં સ્મરણ રાખે તો તેની કોઈ ના પાડે એમ તો નથી. માટે તે કરવું. એથી ભવ ઓછા થાય અને અંતે જન્મ-મરણથી છુટાય. (પાના નં. ૪૨૮) ૨૪ Page #33 -------------------------------------------------------------------------- ________________ વીસ દોહા ચિંતામણિ છે. જેમ વહેવારમાં પરસાદી વહેંચવામાં આવે છે તેમ પરસાદી છે. ઉઘાડું પાડીને અંદર કહ્યું છે. કોઈ એવી દવા હોય છે કે માંદો ખાય તોપણ ગુણ કરે અને સાજો ખાય તો પણ ગુણ કરે. તેવી આ ઉધ્ધાર થવા માટે દવા છે. ભક્તામર” વગેરે સ્તોત્ર છે. પણ વીસ દોહા બધાનો સાર છે. કોણે આપ્યા છે? (પાના નં. ૪૬૭) અમને મળેલું આપીએ છીએ. વીસ દોહા, ક્ષમાપના, આઠ ત્રોટક છંદ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, કોઈ દહાડો આ ભૂલશો નહિ. કરવાનું શું છે સમકિત, સમકિત. સમાધિમરણનું આ કારણ છે. કંઈ ન બને તો ભાવ રાખશો. ભાવથી શ્રદ્ધા થશે. માન્ય હોય તો ભાવ થાય છે. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. (પાના નં. ૪૬૯) Page #34 -------------------------------------------------------------------------- ________________ વીસ દોહા તે બધું કરાવશે. તે મંત્ર છે. ઘણી મુશ્કેલીએ જ્ઞાનીઓ પાસે સાંભળવાનું કદીક મળતું તે અમે ઉઘાડી રીતે કહીએ છીએ. ખબર ન પડે પણ જ્ઞાનીઓ બધું કહી દે છે. આ બધું શું છે? કર્મ ફૂટયાં છે. કર્મ ઉદયમાં આવે છે; સંકલ્પ-વિકલ્પ આવે છે તે જણાય છે. ખાધું હોય તેવા ઓડકાર આવે. વીસ દોહા મંત્ર છે. તેથી તે રૂપ થવાશે. ગંભીરતા, ધીરજ રાખવી. (પાના નં. ૪૭૦) કંઈ નહિ તો વીસ દોહરા' ચંડીપાઠની પેઠે રોજ બોલે તો પણ કામ થઈ જાય. (પાના નં. ૪૭૪) ૨૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થે તો કરવું જ. આત્માનો જ વેપાર-સત્સંગ. આ સંસાર જેવું ખોટું કોઈ નથી. આખું જગત ત્રિવિધ તાપથી બળે છે. સુખ કયાં છે? બધાં તોફાન છે, મહા દુ:ખરૂપ છે. અમે તો બીજું કંઈ કહેતા નથી. આત્માની વધારે સંભાળ રાખજો. આત્માની કાળજી સમાગમ, પરિચય કરો. છ પદ'નો પત્ર વીસ દોહા વગેરે ભણજો. કોઈ સાથે આવશે નહિ. મારો આત્મા જ કામનો, તે એકલો જ કામનો છે. આત્માર્થે કર્યું, તે હિતાર્થે કર્યું, તેજ લેખામાં. માટે આત્માનો સત્સંગ કરવો ઘટે. (પાના નં. ૪૮૦) Page #36 -------------------------------------------------------------------------- ________________ જિનવર કહે છે જ્ઞાન તેને... | (હરિગીત). જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. ૧ - જિનેશ્વર સમ્યકજ્ઞાન કોને કહે છે તે હે સર્વ ભવ્યજનો! તમે સાંભળો. નવ પૂર્વ ભણ્યો હોય પણ પોતાના આત્માનું દર્શન ન થયું, આત્માને ઓળખ્યો, જાણ્યો નહીં, તો સમદર્શન વગર જ્ઞાન તે કુજ્ઞાન છે તેથી તેને અજ્ઞાન ગણવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એ પૂર્વ એટલે શાસ્ત્રો જીવને અધિકારી થવા માટે– જીવ પોતાના દોષો જાણી તેથી રહિત થાય તે માટે – કહ્યાં છે. એ જ તેનો વિશેષ હેતુ છે કે શાસ્ત્રજ્ઞાન દ્વારા જ્ઞાનીનાં વચન અંતરમાં ઉતારીને શુદ્ધ થવું. દોષો વર્ણવ્યા હોય તે પોતામાંથી કાઢવા ને ગુણ બતાવ્યા હોય તે પ્રગટાવવા. આ મારે માટે જ કહ્યું છે એમ માન્ય કરવું તેને ૨૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ બદલે શાસ્ત્ર ભણીને અભિમાન કરે, પોતે આચરે નહીં અને બીજાને કહી બતાવવા, શિખામણ આપવા જાય તો શાસ્ત્ર ઊલટાં વિપરીત પરિણમે ને નુકસાન કરે. આત્મજ્ઞાન થવામાં આડાં આવે. માટે પોતાને માટે પરિણમાવી ગુણ પ્રગટાવવા જોઈએ. “ભણ્યો પણ ગણ્યો નહીં એ કહેવત જેવું ન બને માટે ભવ્ય જનોને ચેતાવ્યાં છે. નહિ ગ્રંથમાંહી શાન ભાખ્યું, શાન નહિ કવિચારી નહિ મંત્ર તંત્રો શાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા કરી; નહિ અન્ય સ્થાને શાન ભાવું, શાન શાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. ૨ જ્ઞાન છે તે ચેતનસ્વરૂપ આત્માનો ગુણ છે તેથી તેનું અસ્તિત્વ કોઈ ગ્રંથમાં કે કવિતામાં, કોઈ રહસ્યભૂત મંત્રમાં કે વિસ્તારવાળા તંત્ર- રચનામાં નથી; તેમ ભાષાના શબ્દોમાં કે બીજી રીતે આત્માથી ભિન્ન સ્થળે કયાંય જ્ઞાન નથી. માત્ર જ્ઞાનીએ પોતાનું સ્વરૂપ જાણું છે ને આત્માનો અનુભવ કરે છે, તે 0 ( Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્માનો અનુભવ એ જ જ્ઞાન છે. માટે જ્ઞાન જ્ઞાનીમાં જ છે. તે કેવી રીતે છે? આ જીવ ને આ દેહ એવો ભેદ એ ભાયો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહો ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ જ્યારે આત્માને દેહથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે, ત્યાં જ જ્ઞાન રહ્યું છે. જ્યારે તે ભેદજ્ઞાન થાય ત્યાર પછી જ મોક્ષ સારુ કરેલો પુરુષાર્થ સફળ છે. તે પહેલાં જે વ્રત પચખાણ કરે છે તે સંસાર માટે થાય છે. તેને મોક્ષાર્થે ન ગણી શકાય એમ ભગવતીસૂત્રમાં કહ્યું છે તે તદ્દન સત્ય છે. જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે સુંદર શરીર ને દિવ્ય વિષયભોગો જ અજાણપણે પણ ઇચ્છે. તેથી તેનાં વ્રત પચખાણ તેને સંસારી સુખો પ્રાપ્ત કરાવી તેમાં આસક્ત કરી પાપ બંધાવી ચાર ગતિમાં રખડાવે છે. સમક્તિ વગર સર્વ વૃથા છે.. મિથ્યાત્વીનું બધું સંસારાર્થે છે, મોક્ષાર્થે Page #39 -------------------------------------------------------------------------- ________________ નથી. માટે પ્રથમ ભેદજ્ઞાન જોઈએ. સમકિતીને વિષયભોગો અગ્નિ જેવા લાગે માટે ન ઇચ્છે. કેવળ નહીં બહાચર્યથી કેવળ નહી સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે શાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ સર્વથી ઉત્કૃષ્ટ વ્રત બ્રહ્મચર્ય તથા સાધુપણું, તેથી પણ જ્ઞાન થતું નથી. પરંતુ “જ્ઞાન કેવળથી કળો.” કેવળ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ સર્વ વિભાવથી રહિત- દેહાદિ પર પદાર્થોમાં આત્માનો આભાસ થઈ રહ્યો છે તેથી રહિત- શાશ્વત ચૈતન્ય સ્વરૂપ એવો કેવળ માત્ર આત્મા જ, શુદ્ધાત્મા. આત્મસિદ્ધિમાં કહ્યું છે– “આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ તે રીત.” દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્માનું જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન જાણવું. Page #40 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા .ને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો; જિનવર કહે છે શાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ શાસ્ત્રોના વિશેષ જ્ઞાન સહિત જેણે આત્માને જાણ્યો છે એટલે જે રીતે અનેક ભેદે શાસ્ત્રમાં જ્ઞાનનું વર્ણન છે, તે જ રીતે જેણે તે સાક્ષાત્ અનુભવ કર્યો છે, તે જ્ઞાની છે. તે અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સર્વાર્પણપણે તેવા જ્ઞાનીને આશ્રયે તેની આજ્ઞામાં વર્તે તો પરિણામે જ્ઞાન થશે. તે ભવિષ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંને મોક્ષમાર્ગમાં છે તેથી આશ્રયે વ્રત પચખાણ કર્યાં હોય તે પણ મોક્ષે લઈ જાય. ખરો આશ્રયભાવ અને અર્પણતા જોઈએ. સમ્મતિતર્ક આદિ શાસ્ત્રોમાં આ વાત જણાવી છે. આઠ સમિતિ જાણીએ જા, જ્ઞાનીના પરમાર્થથી, તો શાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬ ૩૨ Page #41 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એ સમપણે કેમ વર્તવું તે બતાવે છે. તેનો પરમાર્થ જો જ્ઞાની દ્વારા જાણ્યો હોય તો સર્વ ક્રિયા જ્ઞાનીની આજ્ઞા વિચારીને કરે. આત્મસ્વભાવમાં રહેવારૂપ ગુપ્તિ અને જ્ઞાનીની આજ્ઞાએ પ્રયોજન પૂરતું પ્રવર્તવારૂપ સમિતિમાં વર્તવાની જ્ઞાનીની આજ્ઞા છે એ રીતે વર્તતાં તેનું ચારિત્ર– સંયમ આદિ મોક્ષને અર્થે થાય. ત્યાં આત્મામાં સ્થિતિ કરવારૂપ જ્ઞાનીનું અંજન– મેળવણ આવે તો સંવર થાય ત્યારે મોક્ષાર્થને અનુસરીને બધું લેખે લાગે. પોતાની કલ્પનાએ આજ્ઞા રહિતપણે વર્તે તો કોટિ શાસ્ત્રો પણ તેને મનના આમળારૂપ એટલે મગજમારી અથવા અભિમાનનું જ કારણ થાય અને તે જ્ઞાન તેને મોક્ષમાર્ગમાં વિઘ્નકર્તા પણ થાય. ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રે ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ શાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે કરો, જિનવર કહે છે શાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ જો આત્મદષ્ટિ હોય તો પછી તે ગમે તે શાસ્ત્ર વાંચે, ભણે તો તેને જુદા જુદા નયથી આત્માને અર્થે જ ગ્રહણ કરી શકે, લાગુ પાડી શકે. શ્રી ગૌતમસ્વામીને ચાર વૈદ જાણવા ભગવાને સમ્યક નેત્ર આપ્યાં હતાં. એ સમ્યફનેત્ર-સમદષ્ટિ-સમ્યકજ્ઞાન કે આત્મજ્ઞાન, ત્યાં જ કરવાનું છે. બધું કરીને આવવાનું ત્યાં જ છે. તેને અર્થે જ બધાં સાધન છે. વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ તીર્થંકર થશે, શ્રેણિક ઠાગ જોઈ લો. છેદ્યો અનંતા એક સમક્તિ હોય પછી વ્રત પચખાણ કંઈ ન કરવા છતાં તીર્થંકર થઈ મોક્ષે જશે તે શ્રેણિક ચરિત્રથી આત્મજ્ઞાનનું અત્યંત મહત્ત્વ સમજાય છે. તે વિષે ઠાણાંગસૂત્રમાં ઉલ્લેખ છે. તે કયારે બને? અનંતાનુબંધી છેદાય ત્યારે. તે માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ જાગવો જોઈએ. તો જ અનંતાનુબંધી કષાય જઈને સમક્તિ પ્રગટે છે. ३४ Page #43 -------------------------------------------------------------------------- ________________ ทเดตเผดเเชุด ฯ (72 3ๆห{11ก. Page #44 -------------------------------------------------------------------------- ________________ L હે પ્રભુ! | હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ હે પ્રભુ, કહેતાં ભગવાનનું જે શુદ્ધ સ્વરૂપ અથવા સદ્ગુરુનું શુદ્ધ સ્વરૂપ કે નિશ્ચયનયે પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ એ પર લક્ષ જવો જોઈએ. અહો! તેનું વર્ણન થઈ શકે તેવું નથી. “કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો” – એવું તે અદ્ભુત છે. તેનું ધ્યાન કરવા યોગ્ય છે. અંતરાત્મા થયા પછી જીવ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ તે પરમાત્મા પ્રત્યે જ વળે છે. તે જ મારું દીનનું હિત કરનાર છે, મારા નાથ છે, કરુણાસાગર છે. શી સપુરુષની કરુણા છે! દયા છે! પ્રેમ છે! આપ એવા છો ને હું તો અજ્ઞાન અને મિથ્યાત્વને લઈને સર્વ દોષનું ભાજન છું. સર્વ દોષમાં મુખ્ય એવું મારું અજ્ઞાન છે, બાહ્યાત્માપણું છે. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ ગુજરૂપ - નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨ ૩૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ તેથી મને મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ ક્ષણ પણ કોઈ વખત થતો નથી. શુભ અશુભમાં જ હું લાગી રહ્યો છું. પણ શુદ્ધભાવ કે જે જીવને સમક્તિ પમાડી મોક્ષ તરફ વાળે તે હજુ આવ્યો નથી, ત્યાં સુધી તારું જે શુદ્ધ સ્વરૂપ તેમાં વૃત્તિ જોડીને એકલયપણે, ભક્તિપણે, સર્વાર્પણપણે રહેવું જોઈએ, સર્વત્ર તને જ જોઉં એવો પ્રેમ-લગની નથી લાગી. બધે આત્મા જોવો એમ પ્રભુશ્રીજીએ કહ્યું છે. તે પણ થતું નથી. પ્રભુ! આપ સમીપ જ બેઠા છો એમ જાણીને બધું વર્તન કયારે થશે? સર્વ ભાવ પ્રભુમય થતા નથી. તે માટે લઘુતા, દીનતા, વિનયભાવ જાગવો જોઈએ. સપુરુષને આશ્રયે કંઈક સમજણ આવે તો સાથે અત્યંત નમ્રતા વિનય આવવાં જોઈએ. હે પરમ સ્વરૂપ! આપને હું શું કહું? નથી આશા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણો વિશ્વાસ દઢ, ન પરમાદર નાહીં. ૩ ગુરુદેવની આજ્ઞા રાગદ્વેષ રહિત સમભાવમાં રહેવાની છે. તેમાં અચળપણે ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર વર્તાતું ૩૭. Page #46 -------------------------------------------------------------------------- ________________ નથી. શ્રદ્ધા મેરુ પર્વત જેવી અચળ-દૃઢ જોઈએ કે ગમે તે થાય, સંજોગો ગમે તેવા બને પરંતુ આત્મા જે કૃપાળુદેવે સમજાવ્યો છે તે સાચો છે એવી જે શ્રદ્ધા તે અડગ રહે. આમ અચળપણે આજ્ઞા આરાધવા માટે તારામાં મને વિશ્વાસને બહુમાન જોઈએ કે તું કહે છે તે જ સત્ય, તે જ હિત છે. સાચું સુખ સત્પુરુષના કહેવા પ્રમાણે જ ચાલવામાં છે. તેમનાં વચનામૃત વાંચી તેમના પ્રત્યે બહુમાન થાય; વિશ્વાસ આવે કે મારું હિત આમાં જ છે તો પછી તારી આજ્ઞા અવશ્ય આરાધાય. તારું જ્ઞાન, તારી દશા તેનું ભાન થઈ પરમ આદરભાવ પ્રગટે ને મારા દોષો જઈ વિનયાદિ ગુણો પ્રાપ્ત થાય. એમ. બાહ્યમાંથી નિવર્તી, અંતરાત્મા થઈ પરમાત્મા પ્રત્યે લીન થવાનો ઉપાય – સમક્તિનો માર્ગ આ દોહરાઓમાં વર્ણવ્યો છે. સમક્તિ થવાનાં એક પછી એક સાધન બતાવે છે. પ્રથમ શુદ્ધ ભાવ, સર્વ તુજ રૂપ, લઘુતા, દીનતા અથવા અપંચકપણે શરણે રહું, આજ્ઞા અચળપણે આરાધું વગેરે. ૩૮ Page #47 -------------------------------------------------------------------------- ________________ એગ નથી સત્સંગનો, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ સત્સંગનો જોગ નથી અને સત્સંગમાં જે આજ્ઞા મળી છે તેનું સેવન થવું જોઈએ તે થતું નથી. અથવા સપુરુષની કંઈક સેવા મળે તો ઉલ્લાસભાવ રહે તેવી સેવા ન મળે ત્યારે સેવા કરવાની ભાવના થવી જોઈએ તે પણ થતી નથી. અથવા આત્મધર્મ પામવા માટે પુરુષાર્થ કરવો જોઈએ તે થતો નથી. જોગ નથી એટલે યોગ્યતા નથી એમ પણ અર્થ બેસે. પરમાત્મા પ્રત્યે એકતા થવાથી અને તે આશ્રયભાવનો અનુયોગ – વિચાર કરવાથી પણ શુદ્ધ સ્વરૂપ પામી શકાય છે. સદ્ગુરુને આશ્રયે મન, વચન, કાયાના યોગ પ્રવર્તાવે, હુંપણું ત્યાગે. અભિમાન, હુંપણું દરેક ક્રિયામાં થાય છે તે જ સમક્તિ થવામાં આડું આવે છે. તે મુકીને સત્પષે જે વિચાર્યું છે, જે કર્યું છે ને કહ્યું છે તે જ ખરું છે, માટે હું તેને અનુસરીને જ વર્તે. મારે મારું પોતાનું સપુરુષથી જુદું કે વિશેષ કંઈ કહેવા કરવાનું નથી એમ માત્ર આશ્રયે વર્તવું જોઈએ તે ૩૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ થતું નથી. હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ૫ હું સર્વથા કર્મને વશ છું. વિષયકષાયને આધીન પામર છે. જેમ કોઈ લંગડાને ગાડીમાં નાખીને ફેરવે તેમ આ દેહને આધીન અને કર્મને આધીન મારે વર્તવું પડે છે. એવો હું તે શું કરવા સમર્થ છું? પ્રભુશ્રીજી કહેતા કે એક તણખલાના બે કટકા કરવાની અમારી શક્તિ નથી! તો મારી કંઈ કરવાની શી શક્તિ છે? માત્ર કર્માધીન નિમિત્તાધીન છું એવું પોતાનું પામરપણું સમજાય તેને વિવેક કહ્યો છે, તે આવે તો સાચું શું તે તરફ લક્ષ જાય. વિવેક એટલે હું કંઈ જ જાણતો નથી, જ્ઞાની જાણે છે, એવો સત્ય વિચાર જાગે પછી જ સત્પરષાર્થ આવે. પરંતુ હું વિવેકશન્ય છે. જે કામ પોતાથી થાય તેવું ન હોય તેમાં અન્યની સહાય લેવાય છે તેમ મોક્ષ પોતાની મેળે પ્રાપ્ત થઈ જાય એમ નથી. તેમાં પુરુષની સહાય જોઈએ. સંસારમાં જીવ અનંતકાળથી ગોથાં ખાય છે, ત્યાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ચરણનું શરણ લે, મરણ સુધી છોડે નહીં તો સમાધિમરણ થાય. “એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.” સાચા પુરુષનું શરણ લીધું તો કંઈ ચિંતા રહે નહીં. “મોટાને ઉત્સંગ બેઠાને શી ચિંતા?” એટલે શરણભાવ કરી સમાધિમરણની ભાવના કરી લેવી જોઈએ. પછી ગમે તેવા વ્યાધિ, સંકટ આવે પણ ધીરજ ન છોડે. મોટાના શરણથી નિર્બળ પણ બળવાન થાય છે. સત્પુરુષનું શરણ છેક કેવળજ્ઞાન થતાં સુધી ખપનું છે, તેથી ભવોભવ ન જાય તેવું દૃઢ થવું જોઈએ. પણ હજુ તે શરણભાવ આવ્યો નથી. અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ! ૬ હું આવો પામર છું ને હે પ્રભુ! તમારી શક્તિ ને પ્રભાવ તો અલૌકિક છે. ત્રણે કાળમાં દુર્લભ એવા સદ્ગુરુની પ્રાપ્તિ થઈ છે તેનો વિચાર આવતાં ઉલ્લાસ થઈ આવવો જોઈએ. સત્પુરુષ મળ્યા તો સંસારરૂપી વન પાર કરવા ચોખ્ખો ધોરી રસ્તો મળ્યો તેથી મુમુક્ષુને ૪૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ મૂંઝવણ ટળી જતાં કેટલી પ્રફુલ્લતા આવે? આવા પુરુષનો જોગ કોઈ મહાપુણે થયો તેનું માહાત્મ અપાર છે. ગમે તે ગતિ થાય તો પણ જો શરણ છે તો અવશ્ય મોક્ષે લઈ જશે. આ કાળમાં આવા પુરુષ મળ્યા તે અહોભાગ્ય! એક વચન પણ ખરા હૃદયથી આરાધે તેનું કલ્યાણ થશે. પુરુષાર્થ કરવો જોઈએ. આત્માની દાઝ રાખી સત્પરુષ પર પ્રેમ વધારે, તેમ તેમ બોધ પરિણમે. પરંતુ મને સત્પરુષનું માહાત્મ લાગ્યું નથી તેથી પરમપ્રેમનો એક અંશ પણ મારામાં નથી. તેમનાં વચન સાંભળી ઉલ્લાસભાવ સ્નેહ આવે તેમ થતું નથી. લગ્નનાં ગીત ગાતાં ઉત્સાહમાં ઘાંટો બેસાડી દે તેવો ઉત્સાહ પરમાર્થભક્તિમાં નથી. સંસારનો સ્નેહ પલટાઈને ભગવાન પ્રત્યે થવો જોઈએ. તે અપૂર્વ સ્નેહ પ્રગટે તો – સાચી અગ્નિનો એક તણખો જેમ બધું રૂ બાળી મૂકે, તેમ એક અંશ સ્નેહ આવે તો બધાં કર્મો બાળી નાખે! માથે અનંતકાળનાં કર્મોરૂપી બોજો છે. ઘણું કામ કરવાનું છે તે માટે પરમ પ્રભાવ– બળ જોઈએ તે નથી. સિંહનો શિકાર કરવા જતાં સસલાથી બીએ તે ૪૨ Page #51 -------------------------------------------------------------------------- ________________ કેમ પાલવે? તેમ સંસારનાં બંધનો તોડવા બળ, હિમ્મત, પુરુષાર્થ જોઈએ તે નથી. અચલરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ આત્મસ્વરૂપ પામવા માટે સતત ઇચ્છા, લગની, રટણ લાગવું જોઈએ તેવી આસક્તિ મારામાં નથી. ક્ષણિક વસ્તુઓમાં આસક્તિ છે. “જૈસી પ્રીતિ હરામકી તૈસી હર પર હોય, ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકરે કોય.” વળી વિરહમાં દુખ થવું જોઈએ, ઝંખના રહેવી જોઈએ તે પણ નથી. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને લખ્યું હતું કે “વિરહમાં પણ કલ્યાણ છે.” વિરહમાં પણ જો સત્પરુષ વિશેષ સાંભરે ને પ્રેમ વર્ધમાન થાય તો હિતકારી છે. પણ તેવો વિરહાગ્નિનો તાપ લાગવો જોઈએ. વળી તારી સર્વ જીવો પ્રત્યે અત્યંત કરુણા, અલૌકિક પ્રીતિ છે. “કોને તારું ને કોને પાર ઉતારું!” એવી નિષ્કારણ કરુણા છે. જે તીર્થંકરો તથા જ્ઞાનીઓ મોક્ષ ગયા છે તેમણે પરમ પ્રેમથી પોતાને તથા પરને તારવા ૪૩ Page #52 -------------------------------------------------------------------------- ________________ ભારે પુરુષાર્થ કર્યો છે. નિરંતર પ્રમાદરહિતપણે પુરુષાર્થ કરી સર્વ કષ્ટોને સહન કરીને પોતે મોક્ષે ગયા ને સાથે કેટલાયને તાર્યા! તે એક તાર તન્મય પ્રીતિ અથવા આવેશપૂર્ણ ભક્તિની કથા પણ વિચારવી સાંભળવી આ કાળમાં દુર્લભ થઈ પડી છે. તે માટે ખેદ થવો જોઈએ તે થતો નથી. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ આત્માના શુદ્ધ સ્વરૂપને પામવા ભક્તિ એ મુખ્ય સાધન છે. આત્માર્થે વાંચવું, વિચારવું, બોધ સાંભળવો, જ્ઞાન, ધ્યાન એ સર્વ ભક્તિ છે. તે ભક્તિનો રંગ કયારે લાગે કે દેહ તે હું નથી, હું આત્મા છું એમ સમજાય તો પરમાં પ્રીતિ છે ત્યાંથી ફરીને આત્મસ્વરૂપ પ્રત્યે અથવા સપુરુષ જે તે લક્ષ કરાવે છે તેમના પ્રત્યે પ્રેમ, બહુમાન, ભક્તિ પ્રગટે. જેમણે આત્માનો લક્ષ કરાવ્યો અને આત્માને સર્વ દુ:ખથી મુક્ત કરવામાં જે નિમિત્ત છે એવા જ્ઞાની ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ જાગે. શાસ્ત્રમાં ભક્તિનાં નવ ભેદ બતાવ્યા છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ “શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.”– શ્રી બનારસીદાસ તેમાં એકતા- સરુનું શુદ્ધ સ્વરૂપ ને પોતાનું શુદ્ધ સ્વરૂપ બે એક જ છે એવો અનુભવ થાય ત્યાં પરાભક્તિ છે. આત્માનું દર્શન જ્ઞાન સુખ પ્રગટે છે. કહ્યું છે કે “ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે.” અહીં ભક્તિ એટલે આત્મસ્વરૂપ ધર્મનો માર્ગ, તે પામવો દુર્લભ છે. તે પરમાર્થ પ્રત્યે, સપુરુષ પ્રત્યે યથાર્થ પ્રેમ પ્રગટે તો જ પમાય છે. એવા ભક્તાત્મા સત્પરુષના સંગથી ભક્તિનો રંગ– આત્મા પામવાની તાલાવેલી લાગે છે. એવી ભક્તિ મારામાં નથી. વળી ભજન કીર્તન સ્તવનમાં દઢ લક્ષએકાગ્રતા-તન્મયપણું આવવું જોઈએ તે પણ આવતું નથી. મનુષ્યભવ પામીને મારે શું કરી લેવાનું છે? તેનો સ્પષ્ટ ખ્યાલ પણ નથી. ધર્મ અથવા કર્તવ્ય શું છે? તેની સમજણ નથી, તેથી બીજી વસ્તુમાં રોકાઈ રહ્યો છું. સત્સંગના ક્ષેત્રમાં આત્માની વાત થતી હોય ત્યાં એવા વિચાર જાગે અને કર્તવ્યની સમજણ પડે. ૪૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તેવા ઉત્તમ સ્થળે રોકાવાનું બની શકતું નથી. સત્સંગનો લાભ લઈ શકાતો નથી. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ કળિકાળને લઈને ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. તે પ્રાપ્તિ થાય તો પણ સાધના કરવી દુર્લભ છે. ક્ષેત્રનો પ્રભાવ હોય તેમ કાળનો પણ પ્રભાવ છે. આ કાળમાં બધાં નિમિત્તો ધર્મને વિપરીત થાય તેવાં છે. નિવૃત્તિના સ્થળે પુરુષનો યોગ હોય ત્યાં કાળ કંઈ નડતો નથી. પ્રભુશ્રીજી હતા ત્યારે તેમની સમીપે ચોથા આરા જેવું લાગતું. બોધ અને ભક્તિથી આત્મા કરતો. સંસારનું વિસ્મરણ થતું. તેમ આવા વિપરીત કાળમાં પણ જો જીવ પુરુષની આજ્ઞા અનુસાર ભક્તિ કરવાનો નિયમ કરે, વ્રત ત્યાગ દ્વારા મર્યાદા કરે ને તેને દઢ રીતે વળગી રહે તો ધર્મસાધન બની શકે. એમ મર્યાદા એટલે આજ્ઞાઆરાધનરૂપ ધર્મ જીવને બચાવી શકે. સપુરુષની આજ્ઞામાં લક્ષ રાખે તો પાપ કરતો અટકે. સપુરુષની આજ્ઞારૂપી અંકુશ છે, છતાં તે અંકુશમાં વર્તાતું ૪૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ નથી. નિયમિત ધર્મઆરાધન કરવા કહ્યું છે તે થતું નથી. તે માટે વ્યાકુળતા-મૂંઝવણ થવી જોઈએ તે પણ થતી નથી. મારાં કેવાં ભારે કર્મ છે! કૃપાળુદેવે કહ્યું છે કે ભારેકર્મી જીવો આ કાળમાં અવતરે છે. તેથી ધર્મની જિજ્ઞાસા ઘટતી જાય, લોકોમાં વાહવાહ કહેવડાવવા બધું કરે. પરમાર્થ – આત્માનું હિત શાથી થાય એ સૂઝતું નથી. નિરંકુશતા વધતી જાય છે. મા-બાપનું કહ્યું ન માને તો ભગવાનનું કહેવું શું વિચારે? ભગવાન હતા એ જ ન માને. શાસ્ત્રોને કલ્પના માને અને પોતાની કલ્પનાએ સ્વચ્છેદે બધું પ્રવર્તન કરે. બીજાં કામ આડે પરમાર્થ માટે અવકાશ જ નથી. સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ સેવા-સપુરુષે જે આજ્ઞા આપી છે તેની આરાધના એટલે આત્માની ઉપાસના થતી નથી. આળસ, ઊંઘ, પ્રમાદ, વિકથા આદિ તેમાં પુરુષાર્થ કરવા દેતાં નથી. દેહ ને ઇંદ્રિયોને અર્થે બધું પ્રવર્તન થાય છે. ખાવું, પીવું, હરવું, ફરવું, નાહવું, ધોવું, ઊંઘવું, જોવું, સુંઘવું, ૪૭. Page #56 -------------------------------------------------------------------------- ________________ સાંભળવું વગેરે દેહ ને ઇંદ્રિયનાં કાર્યોમાંથી આત્માને પોતાનું હિત કરવાનો અવકાશ જ મળતો નથી. દેહને રાજા બનાવી દીધો છે ને આત્મા નોકર થઈ ગયો છે. આત્મા સુખી છે કે દુખી? તે વિચારવાનો પણ વખત નથી. મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એ સંભાળ લેવાતી નથી. આત્માર્થે કંઈ પુરુષાર્થ થતો નથી. દેહ અને ઇન્દ્રિયથી પ્રાપ્ત થતા બાહ્ય પદાર્થો છે, તેમાં રાગ કરીને જીવ કર્મબંધ કરી રહ્યો છે. તે બાહ્ય પ્રવૃત્તિથી નિવર્તીને આત્માના હિતમાં જોડાવા અહીં બોધ કર્યો છે. બાહ્યાત્મા મટી અંતરાત્મા થવા આ ૨૦ દોહામાં સમજાવ્યું છે. મન-વૃત્તિને આત્માર્થમાં જોડવાનાં સાધન જેવાં કે અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન ઇત્યાદિ છે. તેથી મન આત્માને આધીન થાય ને દેહ ને ઇન્દ્રિયોને આત્માર્થે પ્રવર્તાવી શકાય. પરંતુ તે પણ મારાથી બનતું નથી. તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ હું દેહ ને ઇન્દ્રિયને વશ છું, ત્યાં સન્મુરુષ સિવાય કોઈ બચાવે તેમ નથી. પરંતુ તેમનો મને વિયોગ છે. કોઈ પ્રિય જનનો કે હિતસ્વીનો વિયોગ થાય તો ઘડી ઘડી સાંભરે. પરંતુ વચન ને નયન દ્વારા વૃત્તિ બહાર ફરતી હોવાથી તેનું સ્મરણ પણ થતું નથી. વિયોગ હોય છતાં ચિત્ત ત્યાં લાગ્યું હોય તો તેનું જ રટણ રહે અને નજર સામે તેની જ મૂર્તિ દેખાય. જે રીતે પ્રવર્તતા તે બધું યાદ આવે. પરંતુ આમતેમ બધે જાયા કરે, નકામું બડબડ બોલ્યા કરે તો ભગવાન શી રીતે સાંભરે? વચનથી વેર કે પ્રીતિ થાય છે, તેથી ભવ ઊભા થાય. નયન પણ બાહ્ય વસ્તુઓ પ્રત્યે રાગદ્વેષ કરાવી ઘણાં કર્મ બંધાવે છે તેથી એ બન્નેનો સંયમ કરવો જોઈએ. સત્પરુષના વિયોગમાં તેમનું શરણ લઈને વચન નયનને સ્મરણ, કીર્તન, દર્શનાદિમાં રોકવાં. બીજેથી રોકીને ગુપચુપ આત્માર્થ સાધી લેવો. લોકપ્રસંગ ઘટાડી આત્માર્થમાં લાગી રહેવું. વળી જે તારા ભક્ત નથી તેઓ અસિક્તિપૂર્વક સંસારની ખટપટમાં લાગી રહ્યા છે. તેમના પ્રસંગમાં ૪૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ આવતાં તન્મય થઈ જાઉં છું, તેમ ન કરતાં તે પ્રત્યે ઉદાસભાવ, ઉપેક્ષાભાવ રહેવો જોઈએ. તેમજ ગૃહકુટુંબ આદિનાં કાર્યો ઘણા આનંદ સાથે કરું છું. પરંતુ તેમાં મારાપણું કરવાથી આત્માને બંધન કરી દુ:ખમાં લઈ જશે એમ સમજી ત્યાં પણ ઉદાસ રહેવું જોઈએ. જ્ઞાની ગૃહવાસને ભાલા સમાન અને કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. તેમ મને થતું નથી. નકામી વાતોમાં વખત કાઢી નાખે. અરીસામાં જોઈને કલાક ખોટી થાય! ઘરનાં કાર્યમાં જરૂર પૂરતો વખત આપી દેહ પાસે ભક્તિ, ધર્મધ્યાન વગેરે કામ કરાવવું. આત્માર્થે બને તેટલું ખોટી થવું. અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ધર્મની કાંઈ. ૧૨. ભગવાન યાદ આવે તો ભગવાનનું માહાત્મ લાગે. તેને બદલે હું કેમ વખણાઉં, કેમ સારો દેખાઉં એમ અહંભાવ રહે છે. જન્મથી જ અહંભાવનો અભ્યાસ થવાં માંડે છે. પોતાનું સ્વરૂપ વિચારીને જ્યાં જન્મ્યો ત્યાંની પરિસ્થિતિમાં મારાપણું થઈ જાય છે. દેહ તે પ૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ હું, મારું આ નામ, આ મારાં સગાં, આ મારું ગામ, આ મારું ઘર વગેરે જે જે સંયોગો પ્રાપ્ત થાય તેમાં એટલો બધો અહંભાવ ને મમત્વભાવ થઈ જાય છે કે નિરંતર તેના જ સંકલ્પવિકલ્પ થયા કરે છે. આ વિપરીત સમજણ છે તે જ મિથ્યાત્વ છે. પરવસ્તુમાં અહંભાવ મમત્વભાવ થઈ ગયો છે તે દૂર થાય તો સમક્તિ જાગે; ને હું દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ છું તે મનાય, પરંતુ અત્યારે તો સ્વપ્નાની સૃષ્ટિમાં ગૂંચવાઈ જવાય તેમ મોહરૂપ નિદ્રાથી ઉત્પન્ન થયેલા આ સંસારરૂપ સ્વપ્નામાં એકાકાર થઈને દુઃખી થઈ રહ્યો છું. પરંતુ ત્યાં લક્ષ ફરે કે હું આ નહીં, હું તો શાશ્વત છું, હાલ માનું છું તે અવસ્થા તો થોડા કાળ માટે છે, તો જાગૃત થાય. પ્રભુશ્રીજી કહેતા કે તું વાણિયો નહીં, બ્રાહ્મણ નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, ઘરડો નહીં, જુવાન નહીં. એ પર વિચાર કરે તો ભૂલ સમજાય. સપુરુષ રાતદિવસ આત્માના પુરુષાર્થમાં રહે છે તો આપણે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ? સત્પરુષે બોધ પ૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ કર્યો હોય અને આજ્ઞા આપી હોય તે નિરંતર વિચારે, દયમાં કોતરી રાખે. વેદના આવે, સંજોગો વિપરીત હોય તો પણ ભુલાય નહીં, તો તે સ્વધર્મસંચય કર્યો કહેવાય. ધર્મ મન, વચન ને કાયાથી આરાધે, તે પોતે કરવું, અન્ય પાસે કરાવવું કે કોઈ કરતું હોય તો તેને સારું કહેવું – અનુમોદના કરવી એમ નવ પ્રકારે ધર્મભાવના વર્ધમાન થાય છે. બીજી વાત કરવા કરતાં ધર્મની, સત્સંગની વાત કરીએ તો લાભ થાય. ચોથા આરામાં પુરુષો ઘણા વિચરતા. તેથી તેમનો બોધ પામવો સુલભ હતો. આ કાળમાં તો મહા પુણ્ય હોય તેને ક્વચિત્ મળે. માટે જે આજ્ઞા, બોધ વગેરે પ્રાપ્ત થયું હોય તેને અત્યંત દુર્લભ સમજી આરાધવું. નિરંતર લક્ષ રાખી પોષવું. પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય તેને વિસારી ન મૂકતાં સંઘરવી અને જેટલો બને તેટલો પુરુષાર્થ કરી આત્મારૂપી ધર્મવૃક્ષને વર્ધમાન કરવું. પ્રથમ સમક્તિ – શ્રદ્ધા થાય પછી સ્વધર્મસંચય થઈ શકે. પુરુષ દ્વારા મળેલી આજ્ઞા આરાધે તો તે સમક્તિ પર Page #61 -------------------------------------------------------------------------- ________________ થવાનું બળવાન કારણ છે. શાસ્ત્રમાં ધર્મ ચાર પ્રકારે કહ્યો છે. ૧) અહિંસા ધર્મ (૨) સ્વરૂપ ચિંતવનરૂપ ધર્મ (૩) રત્નત્રય એટલે જ્ઞાનદર્શનચારિત્રરૂપ ધર્મ (૪) ક્ષમા આદિ દશ લક્ષણરૂપ ધર્મ. આ પ્રમાણે સમજીને ધર્મ આરાધે તેથી આત્માનું સ્વરૂપ સમજાય અને આત્માના ગુણો દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ છે, તે પ્રગટ થાય. એ રીતે આત્મધર્મની વૃદ્ધિ થતાં સંસારની વાસના દૂર થાય ત્યારે સંસારના પદાર્થોથી નિવર્તે. પરંતુ જ્ઞાની ન મળે ત્યાં સુધી ખરો ધર્મ શું તે સમજાતું નથી. લૌકિક રીતે અનેક માન્યતાઓ થઈ ગઈ હોય છે. જપ તપ વગેરે ઘણું કરે અને માને કે હું ધર્મ કરું છું, પરંતુ ત્યાં વાસના સંસારની હોય તેથી સંસારની જ વૃદ્ધિ કરે. લૌકિક વિચારો ત્યાગીને સપુરુષની વાત પર લક્ષ આપે તો આત્માનો લક્ષ થાય. જગતમાં ધર્મ ઘણા કરે છે, પરંતુ ત્યાં જ્ઞાન કેમ થતું નથી? પોતે પણ અત્યાર સુધી ધર્મ અનેક રીતે કર્યો હશે છતાં સંસારથી મુક્ત કેમ ન થયો? કઈ ભૂલ રહી ગઈ? એ વિચારે તો સપુરુષનું કહેવું ૫૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ માન્ય થાય. પ્રભુશ્રીજી કહેતા કે ચોખ્ખો થઈને આવ. કામધંધા, માન-પ્રતિષ્ઠા, ઘરકુટુંબમાં પ્રતિબંધ થઈ ગયો છે. આત્મા સિવાયની સર્વ પ્રકારની વાસના છોડવી જોઈએ. બધેથી નિવર્લે-વૈરાગ્ય પામે તો આત્મા શુદ્ધ થાય ને સમક્તિ પ્રગટે. એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શુંય? ૧૩ સંસારથી તરવા માટે અનેક સાધનો છે તેમાંનાં મુખ્ય ઉપરની ગાથાઓમાં વર્ણવ્યાં છે. આ સાધનો રોજ વિચારી આરાધવાનાં છે. સંસારમાં જીવને બંધાવાનાં કારણો અનેક છે તેમ છૂટવાના ઉપાયો પણ અનેક છે. જે જીવો મોક્ષે ગયા છે તે આ સાધનો આરાધીને મુક્ત થયા છે. પરંતુ મારાથી તો હજુ એક પણ સાધન યથાર્થ રીતે થયું નથી. વળી આત્માના અનંત ગુણો છે તે કર્મને લઈને અવરાઈ ગયા છે. જ્યાં સુધી મિથ્યાત્વ ટળીને સમક્તિ - આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સ-આત્માનો ખરો ગુણ એકે પ્રગટયો ન કહેવાય. દયા, શાંતિ, ક્ષમા વગેરેને તો હજુ ઓળખ્યા ૫૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ પણ નથી. મિથ્યાત્વ અવસ્થાના ગુણો પણ પરિભ્રમણનાં કારણ છે તેથી પાપરૂપ જ છે, અવગુણ છે. એમ મારામાં પાત્રતા નથી તેથી હે ભગવાન! આપની સન્મુખ આવતાં પણ શરમાઉં છું. મારામાં એક ગુણ નથી અને આપ સર્વગુણસંપન્ન છો તો આપની સન્મુખ આવવાની ધૃષ્ટતા શી રીતે કરું? કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ છતાં હું તમારી સમક્ષ ઊભો રહેવાની હિમ્મત કરું છું કારણ કે તમે સાક્ષાત્ કરુણારૂપ છો, દીન-રાંકના બંધુ છો, નાથ છો. જે નમ્ર ગરીબ થઈને શરણે આવે તેને તમે વિના વિલંબે સહાય કરો છો. તો. હે પ્રભુ! હું મહા પાપી ને અત્યંત નિરાધાર છું. સંસારમાં આપના સિવાય મારું કોઈ નથી. અનાદિ કાળથી સંસારરૂપી કૂવામાં હું પડયો છું. તેમાંથી બહાર કાઢવા મારા પર કૃપાદષ્ટિ કરો. અથવા ગ્રહો પ્રભુજી હાથ’ એટલે આપના બોધરૂપી હાથથી મને તારો. સપુરુષના બોધનું અવલંબન પકડી રાખે તો વિષય-વિકાર ૫૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ અને પાપોથી જીવ પાછો વળે. તેને વિચાર આવે કે આ તો બંધનનાં કારણો છે ને મારે તો મોક્ષ જવું છે. પુરુષ કરુણાને લઈને બોધ કરે છે. તેમાંનો એક શબ્દ પણ પકડાશે તો સંસારથી બચાશે. જ્ઞાનીનાં વચનો એવાં બળવાળાં હોય છે કે પચ્ચીસ વર્ષ શાસ્ત્રાભ્યાસ કરતાં ન સમજાય તે પુરુષના યોગથી થોડા વખતમાં પ્રાપ્ત થાય! અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ આ દુ:ખરૂપ સંસારમાં અજ્ઞાનપણે હું કયારથી આથડું છું? તેનો વિચાર કરતાં કંઈ છેડો હાથ લાગતો નથી અર્થાત્ હું અનાદિકાળથી એ જ સ્થિતિમાં છું! કર્મને આધીન જન્મ-મરણ કરું છું. હે ભગવાન! હું પરાધીનપણે સંસારમાં રખડી દુઃખી દુઃખી થઈ રહ્યો છું પરંતુ મને સનું ભાન થયું નથી. સંત અથવા સપુરુષનું ઓળખાણ થવું એ જ સમક્તિ છે. અનંતકાળથી ભ્રમણ કરતાં છૂટવા માટે પ્રયત્નો કર્યા હશે પરંતુ તે સાચા જ્ઞાનીની આજ્ઞાએ ન થયા. જ્ઞાનીનો જોગ ક્વચિત્ થયો ત્યારે Page #65 -------------------------------------------------------------------------- ________________ સંસાર પ્રત્યે વૈરાગ્ય ન થયો, તેથી તેમના કહ્યા પ્રમાણે ન વર્યો. પરને પોતાનું માનવારૂપ અભિમાન મુકાયું નહીં. જ્ઞાની સંત મળ્યા તેમની ગુરુ તરીકે આરાધના કરી નહીં. સૃષ્ટિમાં જ્ઞાની તો અનંત થયા છે ને થશે તે સઘળા પૂજ્ય છે; પરંતુ જે જ્ઞાની સંતે બોધ આપી જ્ઞાન પમાડયું તે ગુરુ છે. તેમની સેવા સર્વાર્પણપણે આજ્ઞા આરાધનપૂર્વક કરવી જોઈએ, એ રીતે ગુરુસેવા મેં કરી નથી. સંત ચરણ આશ્રય વિના, સાધન ક્યાં અનેક પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સરુની આજ્ઞા સિવાય પોતાની મેળે અથવા કુગુરુના અવલંબને જપ, તપ, શ્રાવકપણું, દીક્ષા વગેરે સાધનો કર્યા, તે સક્રિયા હોવા છતાં સંસારમાં જ રખડાવનારી થઈ, કારણકે તેથી વિવેક એટલે સ્વપરનો ભેદ અથવા સમક્તિ, તેનો અંશ પણ આવ્યો નહીં. આત્મહિત શું છે? તે શી રીતે થાય? તેની જરા પણ સમજણ પડી નહીં. મારે આ જ કરવાનું છે એવી સમજણપૂર્વકની સાચી શ્રદ્ધા ન આવી. સત્ય, અસત્ય, હિત, અહિત, પ૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્ય, અકર્તવ્ય વગેરેનો લેશ પણ વિવેક થયો નહીં. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સસાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ ધર્મ માટે જેટલાં સાધનો મળી આવ્યાં તે બધાં કર્યા, પરંતુ તે બધાં સાધનો આત્માને સંસારમાંથી મુક્ત કરવાને બદલે બંધન કરનારાં નીવડયાં. અસત્ સાધન હોવાથી શુભાશુભ બંધ કરી સંસાર વધારનારાં થયાં. હવે મારી સમજ પ્રમાણે તો એક ઉપાય બાકી રહ્યો નથી. છતાં આત્માને મુક્ત કરે એવું સત્સાધન શું તે હજુ જાણ્યું નથી. શાસ્ત્રમાં કહ્યું છે તે બધું કરી ચૂક્યો પણ માર્ગ હાથ ન લાગ્યો; કેમકે શાસ્ત્રમાં તો માર્ગ કહ્યો છે પણ મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરમાં રહ્યો છે. તે મર્મ સમજવો બાકી રહ્યો છે. તે સત્પરુષની ભક્તિ દ્વારા સમજાય. સત્પરુષે આચર્યો તે ધર્મ. ભક્તિથી “સત્પરુષના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે અને સહેજે આત્મબોધ થાય” (છ પદનો પત્ર). જ્ઞાની આત્માના ઉપયોગમાં રહે છે તેથી તેમને બીજું ૫૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તન કરતાં પણ સંવર છે. આસ્રવમાં સંવર છે. સંવર એટલે આત્મામાં ઉપયોગ રહે તેથી કર્મબંધન થતાં અટકે, તે જેથી થાય એ સત્સાધન. તે જ્ઞાનીની અંતર્ચર્યા ઓળખતાં સમજાય, ત્યારે પોતે આરાધી શકે. કૃપાળુદેવ જ્ઞાની હતા કારણ કે તેઓ ઘણી વિકટ ઉપાધિઓ છતાં નિર્લેપપણે આત્મસ્વરૂપમાં જ સ્થિર રહેતા. એ આશ્ચર્યકારી દશા સમજવા ભક્તિ જોઈએ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સરૂ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ૧૮ બાળક હઠ લે તો જે માગે તે સિવાય બીજી ગમે તેવી કીમતી વસ્તુથી પણ ન માને તેમ જ્ઞાનીએ કહ્યું તે જ કરવું એવી રઢ લાગે. પ્રભુ-આત્માનું શુદ્ધ સ્વરૂપ, તે પામવા સિવાય બીજું કંઈ ન ગમે. બીજાં સર્વ કાર્યો પ્રત્યે વૈરાગ્ય આવે. સ્વાભાવિક ઉપશમ એટલે સહેજે કષાયની મંદતા થાય. માત્ર આત્માની જ ઝૂરણા થાય કે આત્મા જાણ્યા સિવાય જીવવું નથી. એમ મરણિયો થાય ત્યારે મિથ્યાત્વ ખસે એવું છે. સામાન્ય વ્રતાદિથી કંઈ ન બને. પરંતુ તેવી લય લાગવા માટે પ્રથમ પ૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુરુની ઉપાસના કરવી પડે. પ્રભુને પામવા ગુરુકૃપા જોઈએ. નમસ્કારાદિથી વિનય કરવો જોઈએ. નમ્રતા ન આવે ત્યાં સુધી પોતાના દોષો જણાય નહીં. સદ્ગુરુના યોગથી તેમના ગુણો સમજાતાં પોતાના દોષો જણાય છે. દોષ દેખાય ત્યારે તે કાઢવાનો પ્રયત્ન કરે. કાંટો ખેંચે તો કાઢી નાખે તેમ. રાગદ્વેષરૂપી અનંત દોષો છે પરંતુ તેની ખબર નથી. અજ્ઞાનને લઈને નિરાંતે ઊંઘે છે. સરુ તેને જગાડે છે. જાગે પછી પુરુષાર્થ આદરે. પ્રભુશ્રીજી કહેતા કે જાગ્યા ત્યાંથી સવાર. સરુનો યોગ થયા અગાઉ પણ જીવે અવ્યક્તપણે ભગવાનને, સને જાણવાની ભાવના સેવી હોય છે, તેના ફળરૂપ મનુષ્યભવ, સપુરુષનો જોગ વગેરે મળે છે. વળી સંસારમાં રોગ, મરણ વગેરે દુ:ખના પ્રસંગોમાં કલ્યાણ કરવાના ભાવ થાય છે, તેવામાં સારું નિમિત્ત મળી જાય તો આત્મા બળવાન થઈ આગળ વધે, પરંતુ તેનું નિમિત્ત ન બને તો ફરી બીજા પ્રસંગો લગ્ન વગેરેના આવતાં આવેલો વૈરાગ્ય તદ્દન જતો રહે છે, ભુલાઈ જાય છે. કેટલાક લોકો વૈરાગ્યની ધૂનમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ જંગલમાં કે હિમાલય જેવા પર્વતની ગુફામાં જતા રહી એકાંત સેવે છે, પરંતુ ત્યાં પણ પરિણામ બદલાતાં ગમે તે વસ્તુમાં ફરી આસક્ત થઈ જાય છે. જેમકે ભરતજી યોગ સાધતાં હરણીના બચ્ચામાં મોહ પામી બંધાયા. આત્મપ્રાપ્તિ માટે તીવ્ર ભાવ થયો હોય તે વખતે સદ્ગર મળે ને ઉપદેશ ગ્રહણ કરે તો વૈરાગ્ય વધે. સત્પરુષનો યોગ થયો, બોધ મળ્યો, તો પછી સ્વચ્છેદ મૂકવો જોઈએ. બીજી બધી ઇચ્છાઓ છોડીને સદ્ગુરુને શરણે રહેવું જોઈએ. પોતાના દોષ ઓળખી દૂર કરીને પાત્રતા લાવવી જોઈએ. પોતાનો દોષ જુએ નહીં અને અન્યના દોષો જોવામાં ખોટી થાય તો મળેલો યોગ વૃથા જાય. માટે સત્સંગમાં પોતાના દોષ કાઢવા કમર કસવી જોઈએ. આત્મા પામવા માટે લગની લાગે, સરુની આજ્ઞાએ વર્તાય અને પોતાના દોષો દૂર કરવામાં પુરુષાર્થ થાય તો આત્મપ્રાપ્તિ થાય. તરવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવો યોગ મહા દુર્લભ છે તે વૃથા ગયો તો ફરી મળવો મુશ્કેલ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ જીવ પોતાના દોષો વિચારે, અભિમાન મૂકે તો પુરુષાર્થ કરી શકે. રાગદ્વેષ અને અજ્ઞાનને વશ સમયે સમયે અનંત કર્મ બાંધી રહ્યો છે. જગતમાં જે દોષો દેખાય છે તે બધાય મેં પરિભ્રમણ કરતાં કર્યા છે અને હજુ નહીં ચેતાય તો અનંત પરિભ્રમણ કરવું પડશે. એક આત્મા મારો છે. છતાં પરમાં અહત્વ મમત્વ થઈ ગયું છે અને ગાઢ કર્મને લીધે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. મારે દોષે મને બંધન છે. તે સર્વ કર્મ બંધનનો કર્તા હું જ અનંત કાળથી અનંત દોષોનું ઘર બની રહ્યો છું. દોષો કરવા અને તેનું અભિમાન કરવું એ અધમાધમનું લક્ષણ છે. તેમ હું મારું સ્વરૂપ ભૂલીને કર્મરૂપી દોષથી પ્રાપ્ત થયેલ કુળ, રૂપ, બળ, વિદ્યા, ધન, સંપત્તિ વગેરે બાહ્ય સામગ્રીમાં અભિમાન કર્યા કરું છું. ઉપદેશ સાંભળવા છતાં પણ હું મારા દોષો છોડતો નથી માટે આખા જગતમાં મારા જેવો કોઈ અધમ – પાપી નથી. ૬૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ કોઈની પાસે થોડા પૈસા હોય અને માને કે મારી પાસે પૂરતું છે તો વધારે કમાવવા પ્રયત્ન ન થઈ શકે. મારી પાસે કંઈ નથી, ઘણું મેળવવું છે એમ વિચારે તો મહેનત કરે. તે પ્રમાણે પોતાના દોષો વિચારી અભિમાન મૂકે તો આત્માના અનંત ગુણો સસુખ વગેરે મેળવવા પુરુષાર્થ કરી શકે. જીવ અનાદિ કાળથી ભિખારી જેવો છે. માટે હવે આત્મા પ્રાપ્ત કરવાની સામગ્રી મળી તો ચેતી જવું. અભિમાન મૂકીને પુરુષાર્થ ન કરે તો સાધનો મળ્યાં છે તે વૃથા જાય અને જેમ ઊંચેથી પડેલો વધુ પછડાય તેમ સંસારમાં દીર્ઘ કાળ રખડે. પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.૨૦ બધા દોષો દૂર થવાનો ઉપાય સદ્ગુરુનું શરણ છે. “માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” (આત્મસિદ્ધિ ગાથા ૧૮) તેથી પરમાત્માને ફરી ફરી નમસ્કાર કરીને વારંવાર Page #72 -------------------------------------------------------------------------- ________________ એ જ માગું છું. તે શું? સદ્ગમાં દઢ શ્રદ્ધા. વળી સદ્ગુરુ સંતમાં ને હે પ્રભુ! તારામાં ભેદ માનું નહીં. આત્મજ્ઞાની સરુ એ તારારૂપ જ છે એમ નિ:શંકપણે માનું અને તેમને શરણે રહું. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે.” (આંક ૨૫૪). પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થઈ પરમ ભક્તિભાવ, શરણભાવ જાગે ત્યારે સમક્તિ થાય છે. સદ્ગુરુના ચરણની સેવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ દઢ શ્રદ્ધા થાય એટલું માગું છું. આમ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરીને માગ્યું કે સાચા સરુની પ્રાપ્તિ અને તેમના પ્રત્યે દઢ શ્રદ્ધા થાય એવી કૃપા કર. Page #73 -------------------------------------------------------------------------- ________________ યમ નિયમ સંયમ યમ નિયમ સંજામ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પઘ લગાય દિયો. ૧ યમ–આખા જીવન માટે જે વ્રત લેવામાં આવે છે. જેમકે પાંચ અણુવ્રત કે મહાવ્રત. તેમાં ક્વચિત આગાર રાખવો પડે કેમકે પૂર્ણપણે સર્વ વખતે ન પળે પણ પ્રયત્ન તેની પૂર્ણતાએ પહોંચવા માટે હોય. નિયમ– જે થોડા વખત માટે ખાસ નિયમ કરીએ તે. જેમકે એક મહિનો માટે અમુક ત્યાગ અથવા આજે મૌન છે કે ઉપવાસ છે. વ્રત કરતાં નિયમ વધુ પૂર્ણ રીતે પાળવાના હોય છે, તેમાં અપવાદ ન થવા દે. જેમકે દિવ્રત તે યમ છે અને દેશાવકાશી વ્રત તે નિયમરૂપે હોય છે. આઠ દૃષ્ટિમાં પ્રથમ પાંચ મહાવ્રતરૂપી યમ આવે એમ કહ્યું છે. બીજી દષ્ટિમાં નિયમ પંચ – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરનું ધ્યાન – આવે છે એ ૬૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ સંયમ – પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મનના નિગ્રહરૂપ એમ છ પ્રકારે અને છકાય જીવની રક્ષા મળી બાર પ્રકારે પાળે. ત્યાગ ને વૈરાગ્યમાં શો ફેર? ત્યાગ એટલે કોઈ બાહ્ય વસ્તુ અથવા અંતરના વિભાવ ભાવને છોડવા તે. અને વૈરાગ્ય એટલે વિ+રાગ = રાગ નહીં તે. એટલે આસક્તિરહિત થવું. વસ્તુ છોડે પણ આસક્તિ રહે એમ બને. જો આસક્તિ એટલે રાગને દૂર કરે તો જ તે વસ્તુનો ત્યાગ ટકે. તેથી આસક્તિ છે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. ત્યાગ અને વૈરાગ્ય ઉત્કૃષ્ટ રીતે બધાં વખાણે તેવો કર્યો. બધું છોડીને જંગલમાં એકલો તદ્દન મૌનપણે રહ્યો. છતાં જ્ઞાન ન હતું ત્યાં સુધી સંકલ્પવિકલ્પરૂપ અંતરવાચા તો હોય જ. વૈરાગ્ય ૧. ત્યાગ : “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ' કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૬૯ ૨. વૈરાગ્ય : “ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય” છે.” - શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૦૬ ६६ Page #75 -------------------------------------------------------------------------- ________________ પણ ઉપરનો જ હોય કારણ કે જ્ઞાનગર્ભિત નથી. વળી કહે છે કે પદ્માસન એવું દઢ લગાવ્યું કે ચળે નહીં. મનપીને નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ સૌ હિ તપે, ઉરસેહિ ઉદાસી લહી સબપે. ૨ મનની વૃત્તિઓનો વિરોધ કરી, સ્થિરતા કરી તથા પવન એટલે શ્વાસોચ્છવાસ, તેને રોકવાનો અભ્યાસ કર્યો. યોગનાં આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, ને સમાધિ છે. એ બધાં મિશ્રાદષ્ટિ પણ કરે છે. પરંતુ સૂક્ષ્મબોધ- આત્મજ્ઞાન ન હોવાથી ફળદાયી થતાં નથી. મન અને પ્રાણને રોકીને આત્માનો વિચાર કર્યો. સ્વબોધ– પોતે કોણ છે? પોતાનું સ્વરૂપ શું છે? તે જાણવા ધ્યાન વગેરે પણ કર્યા. એમ જીવે સ્વરૂપનો વિચાર અનેક વાર કર્યો, પરંતુ તેમાં ભૂલ જ આવી. આત્માને જેવો ચિંતવે તેવો જણાય. “આત્મસ્વરૂપનો Page #76 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે.” (આંક ૫૬૮). આત્માનું જે જ્ઞાન થયું તે ભૂલવાળું, અવળું હતું, મિથ હતું; છતાં તેણે એમ માન્યું કે મને સ્વબોધ થયો છે. એવી કલ્પના કરી એમ અહીં કહેવું છે. ત્યાર પછી મન વચન કાયાની પ્રવૃત્તિને વશ કરવા અનેક ઉપાયો, હઠયોગના પ્રયોગો ઉગ્ર કષ્ટ આપનારા કર્યા. અનેક પ્રકારની સાધનાઓ આદરી તેમાં એકધ્યાનપણે લાગી રહ્યો. મંત્રો અનેક જાતના છે. તેને જપવાના ભેદ પણ અનેક છે. જેમકે અમુક સંખ્યામાં, અમુક વખતે, અમુક દ્રવ્ય સહિત જપવા. તે રીતે ઘણાં પ્રકારના મંત્રો ઘણા પ્રકારે જપ્યા. અનેક જાતની તપશ્ચર્યા પણ અનેક રીતે આરાધી. મનથી સર્વ પદાર્થ તરફ વૈરાગ્ય ધારણ કર્યો. કંઈ ગમે નહીં – ખાવું, પીવું, પહેરવું, ઓઢવું વગેરે જીવન પર પૂરો વૈરાગ્ય આવ્યો. સંસારમાં કંઈ સાર નથી એમ પણ લાગ્યું. સબ શાસનકે નય ધારી હિયે, મતમંડન ખંડન ભેદ લિયે; Page #77 -------------------------------------------------------------------------- ________________ વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અનેક પ્રકારનાં શાસ્ત્રો છે. જેમકે ચરણાનુયોગ, કરણાનુયોગ, ધર્મકથાનુયોગ વગેરે. તે સર્વ શાસ્ત્રોને તેના નયપૂર્વક એટલે નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાની સમજણપૂર્વક શીખ્યો, સમજો. તેથી મત કેમ સ્થાપિત કરવા ને ઉથાપવા તેનું રહસ્ય જાણ્યું. એ રીતે અનેક ધર્મમતો સ્થાપિત કર્યા તેમ જ અનેક ધર્મમતો ઉખેડી નાખ્યા. જેમકે મહાવીર સ્વામીના પૂર્વ ભવોમાં થયું હતું. આ બધાં સાધનો જીવે અનાદિ કાળથી અનેક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ભમતાં અનેકાનેક વખત (બાર = વાર) કર્યા છે, છતાં તેને હજુ તેનું ફળ કંઈ પ્રાપ્ત થયું નથી. ધર્મ સાધનો કર્યા પણ ધર્મ ન પામ્યો. અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સરુ કોય ન ભેદ લહે; મુખ આગલ હૈ કહ બાત કહે? ૪ ૬૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની કહે છે કે હવે થોભ! ને વિચાર કે એ સાધનો સફળ કેમ ન થયાં? શું બાકી રહી ગયું? તો કે ગુરુ વિના જ્ઞાન નથી. મર્મ તો સદ્ગુરુના અંતરમાં રહ્યો છે. તે બતાવે, સમજાવે ત્યારે સમજાય તેમ છે. સદ્ગુરુની સહાય વિના પોતાની મેળે સ્વચ્છેદે કોઈને ધર્મનું રહસ્ય પ્રાપ્ત થતું નથી. કારણ તે આત્માને મૂકીને પરમાં જ શોધે છે. બાહ્ય આરાધના અને સાધનોને ધર્મ માને છે. જ્યારે સદ્ગ મળે તો કહે કે ધર્મ એ તો તારું મૂળ સ્વરૂપ જ છે. સત્ એ તો પાસે જ છે, દૂર નથી. તેની સમજણ સાચા સદ્ગુરુ જેમણે પોતે સત્ પ્રાપ્ત કર્યું છે તેમના બોધ આવે છે. પાત્રતા અને સમ્બોધ બે મળે ત્યારે સમજાય. કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે ૫ સદ્ગુરુ કૃપાળુદેવ કહે છે કે મને તમારા પર પરમ દયા આવે છે, તેથી કહું છું કે સતની પ્રાપ્તિ Page #79 -------------------------------------------------------------------------- ________________ તો સુગુરુગમ એટલે સ–ગુરુ-ગમ અર્થાત્ આત્મારૂપ ગુરુ જ્યારે યથાર્થ વિચારે ને સમજે ત્યારે થાય છે. નિશ્ચયનયથી આત્મા જ આત્માનો ગુરુ છે. એને જ્યારે પોતાની દાઝ આવશે ત્યારે સદ્ગુરુનો બોધ ગ્રહણ કરી તેની આજ્ઞાને આધારે પોતાને જાણવાનો પુરુષાર્થ કરશે. સમજશે ત્યારે કામ થશે. બોધ મળ્યો તે સમજવો જોઈએ, આશય સમજી આરાધવો જોઈએ. એ રીતે ખરો ખપી બનીને જે સદ્ગુરુની આજ્ઞાને આરાધશે તે સહજમાં આત્મજ્ઞાન– સમક્તિ પામશે. પરંતુ તે કયારે બને? અનન્ય પ્રેમ આવે, સર્વને બાળીને ભસ્મ કરે એવો પ્રેમરૂપ અગ્નિ, તેમાં ઝંપલાવે ત્યારે. બીજી કઈ અપેક્ષા ન રાખતાં સઘળથી પ્રીતિને સંકેલીને તે એકમાં જ તન્મય બને. તે મૂર્તિનો એક સમયનો પણ વિરહ તેને મરણ તુલ્ય લાગે. તે કોઈ બીજા પ્રકારની પ્રીતિ નહીં પરંતુ સુપ્રેમ એટલે આત્માનું શુદ્ધ પરમાત્મસ્વરૂપ તે પ્રત્યે એકતાર ભક્તિ. તે જાગે ત્યારે આત્માનું દર્શન થાય. વળી તેવી અનન્ય પ્રીતિ સરના ચરણમાં સ્થિરપણે ટકવી જોઈએ. વૃત્તિ ક્ષણ પણ બીજે ૭૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ ન જતાં ત્યાં જ વસે (=બસ). આત્માથી વિશેષ પ્રીતિનું સ્થાન તેને ન હોય. બીજા સર્વ પ્રત્યે સ્વાભાવિકપણે વૈરાગ્ય આવે. પ્રેમ પ્રીતિ ઇચ્છા . તો તે સ્વરૂપમાં જ સ્થિર રહે. વૃત્તિ ત્યાં જ લાગી રહે ત્યારે આત્મા પ્રગટ જણાય. વૃત્તિને બહાર જતી રોકીને આત્મામાં જોડવી એ જ પુરુષાર્થ છે. તે તો પોતે વિચારે ને કરે ત્યારે થાય. જ્ઞાનીપુરુષનું શરણ હશે તો જ તે બની શકશે. ભક્તિ પ્રેમ સદ્ગુરુના આત્મસ્થિરતારૂપ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધપણે વસે– જોડાય તો તરત શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટે. તનસેં, મનસ, ધનસેં, સબસેં, ગુરુદેવકી આન સ્વઆત્મ બસેં, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ૬ જીવે પ્રેમ બીજે વેરી નાખ્યો છે. તનમાં, ધનમાં, મનમાં અને બીજી સંસારની અનેક વસ્તુઓમાં. તે સર્વથી અધિકપણે પોતાની સર્વ શક્તિથી પ્રેમ સદ્ગુરુમાં જોડે. સદ્ગુરુ તો નિ:સ્પૃહ છે. તેથી તેઓ આપણી ૭૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ પાસે કંઈ માગતા નથી. માત્ર આપણા હિત માટે તેમણે કરેલી આજ્ઞા ખરા પ્રેમથી આરાધવાની છે. તેમની આજ્ઞા એ જ સર્વસ્વ માની દયમાં વિચારે. હર પળે તે આરાધવાનું લક્ષ રાખે, ભૂલે નહીં. દઢપણે અંતરમાં ધારણ કરે. ત્યારે જ કાર્યની સફળતા થાય. સપુરુષ જે અમૃતરસના સાગર છે તેમની પ્રાપ્તિ થાય અને તેમનો પ્રેમ કૃપાદૃષ્ટિ અવશ્ય પામે. આજ્ઞા આરાધે ત્યારે જ્ઞાનીની કૃપા પમાય. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દમસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ ોગ જુગાજુગ સે! જિવહી. ૭. તે કૃપાદૃષ્ટિ છે તે જ સત્ય સુખ કે જેનો અંત નથી, સુધા - અમૃર છે તેને ઓળખાવે છે “ચતુરાંગુલ હે દગસે મિલહે” એ લીટીનો અર્થ પ્રભુશ્રીજી ઘણાને પૂછતા પણ પોતે કહેતા નહીં તેમણે કૃપાળુદેવને અર્થ પૂછેલો ત્યારે કૃપાળુદેવે કહ્યું હતું કે જ્યારે અનુભવ ૭૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ થશે ત્યારે તે સમજાશે. એક રીતે એવો અર્થ નીકળે છે કે ચતુર પુરુષને આંગળી કરીને દિશા બતાવે છે ત્યારે તે દગ એટલે સમ્યગદર્શનને જ્ઞાનીના સંકેતને અનુસરતાં પ્રાપ્ત કરે છે. મિલહે-મળે છે. પ્રાપ્ત કરે છે. તે આત્મા કેવો છે? રસસ્વરૂપ છે. જો કે : એમ ઉપનિષદમાં વાકય છે. આત્માનભવરૂપ રસ પીનાર કોઈ વિરલા નિરંજન દેવ એટલે શુદ્ધ સ્વરૂપ આત્મા છે કે જેનો જોગ રહીને પામીને જીવ અજર અમર થાય છે. તે પદમાં અનંત કાળ સ્થિતિ કરી રહે છે. સમદ્દષ્ટિ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત મોક્ષમાર્ગમાં જ રહે ને અનુક્રમે આગળ વધી મોક્ષ પ્રાપ્ત કરે. “કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી” (આંક ૫૬૯). સત્પરુષ સાચા મળે, બોધ આપે, પછી જીવ જો તે બોધ અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ આણી, બળિયો થઈને આરાધે તો પાત્ર થાય અને આગળ દશા પ્રાપ્ત કરતાં સમક્તિ પામે. જેને ૭૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮ સમ્યક્દર્શન થાય છે, તે ભાગ્યશાળી જીવ પરમાત્મારૂપ નિરંજન દેવનો રસ (આનંદ, રમણતા) અનુભવે છે; એવા યોગને પામેલો યોગી યુગોયુગ જીવે છે, અમર થાય છે. “અબ હમ અમર ભયે ન મરેંગે.” પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસ, સબ આગમભેદ સુઉર બસ; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. પ્રભુ પ્રત્યેનો અલૌકિક પ્રેમ દિવસે દિવસે વૃદ્ધિ પામે. જેમ નદીનો પ્રવાહ હોય તે કયાંય ખળી ન રહેતાં વધુ ને વધુ જોશથી આગળ વધે, તેવી રીતે ભક્તિ પ્રેમ વર્ધમાન થાય તેમ તેમ યોગ્યતા આવે. એનું નામ જ સ્વધર્મ છે. ગમે તેવો પાપી હોય તે પણ આ પ્રેમપ્રવાહથી પવિત્ર બની જાય છે. દૃઢપ્રહારી એક નિશ્ચયે અડગ રહ્યા તો સર્વ કર્મની નિર્જરા કરી નાખી. તેમ આત્મપ્રાપ્તિ માટે સર્વાર્પણપણે પૂરા પ્રેમથી સત્પુરુષની ઉપાસના કરતાં કર્મનો ક્ષય થાય એ શ્રદ્ધા, એ પ્રેમ, એ જ માર્ગ છે. તે સમજાવવા માટે જ ૭૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ બધાં શાસ્ત્રો લખાયાં છે. એ હોય તો શાસ્ત્રો વાંચતાં પોતાને તેવો જ અનુભવ છે એમ જણાય. પ્રભુશ્રીજીને એવી અપૂર્વ ભક્તિ હતી તેથી ગમે તે શાસ્ત્ર પોતે સમજી શકતા અને કહેતા કે “શાસ્ત્રોનું કથન અમને સાખ પૂરે છે.” એવો પરમ પ્રેમ તે જ શ્રદ્ધા-સમક્તિ છે. ત્યાંથી જ મોક્ષની શરૂઆત છે. તેને જ જ્ઞાનીઓએ કેવલજ્ઞાનનું બીજ કહ્યું છે. એવો દઢ પ્રેમ જ્ઞાની પ્રત્યે થતાં આત્મદર્શન પમાય છે. જ્યાં આત્મજ્ઞાન પ્રકાશે છે તે પ્રત્યે અપૂર્વ પ્રેમ આવતાં, ત્યાં ધ્યાન સ્થિર થતાં આત્મદર્શન પમાય છે- પોતાના આત્માનો અનુભવ પ્રગટે છે. જ્ઞાની સદ્ગની પ્રશસ્ત ભક્તિ સેવા જીવ કરે, જ્ઞાનીની આજ્ઞા આરાધે તો તેને સંસાર પરની આસક્તિ ઘટવા માંડે અને જ્ઞાનીની આત્મદશાની ઓળખાણ થતાં તેમાં રુચિ પ્રગટે ત્યારે જે આત્માનો ઉપયોગ બહાર છે તે ફરીને પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે અને એ રીતે કર્મની સ્થિતિ ઘટતાં અને પરિણામની શુદ્ધિ થતાં કોઈ અપૂર્વ વખતે આત્મસ્વરૂપનું દર્શન જીવને Page #85 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. એ આત્મદર્શન–સમ્યફદર્શન કે સમક્તિ જો એક વાર થયું તો પછી જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ તે વધતાં વધતાં જીવ તે ભવે કે જન્માન્તરમાં પુરુષાર્થ કરી ઘાતિયાં કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રગટાવશે અને તેથી જન્મમરણ ટળી જઈ આત્મા શાશ્વત મોક્ષને પામશે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય છે કે હું બહુ ભૂલી ગયો. હવે નહીં કરું. પરંતુ અહીં જે દોષ અથવા ભૂલ કહેવી છે તે સર્વ ભૂલની મૂળ ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ છે કે જેના કારણે અનાદિ કાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મમરણ થયાં કરે છે, તે એ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. ભાવનાબોધમાં કૃપાળુદેવે ભરતેશ્વરનું દષ્ટાંત આપ્યું છે, તેમાં આંગળી પરથી વીંટી સરી પડવાથી ભરતેશ્વરને સ્વપરનો વિચાર જાગૃત થયો કે હું મને સ્વરૂપવાન માનું છું તે તો વસ્ત્ર આભૂષણની શોભા છે અને શરીરની શોભા માત્ર ત્વચાને લઈને છે. ત્વચા ન હોય તો જણાય કે તે મહા દુર્ગધી પદાર્થોથી ભૂરપૂર છે. આવો દેહ તે પણ મારો નથી તો તે નવયૌવનાઓ, તે કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું રાજ્ય વગેરે મારાં ક્યાંથી હોય? એ સર્વને મેં મારાં માન્યાં, તેમાં સુખની કલ્પના કરી Page #87 -------------------------------------------------------------------------- ________________ તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી. હવે કોઈ પર વસ્તુમાં મમત્વ ન કરું. અહો! હું બહુ ભૂલી ગયો, એટલું કહેતાંમાં તો ભરતેશ્વરના અંતરમાંથી તિમિરપટ ટળી ગયું અને શુક્લધ્યાન પ્રાપ્ત થયું તેથી અશેષ ઘનઘાતી કર્મ બળીને ભસ્મ થયાં તેથી કેવળજ્ઞાન પ્રગટ થયું. ભરતેશ્વરને રિદ્ધિ ઉત્કૃષ્ટ હતી તો પણ તેનું મમત્વ તેઓએ ઉતારી નાખ્યું. તેમ દરેક જીવ વિચારે તો સમજાય કે અનાદિકાળથી પર વસ્તુમાં મિથ્યા મમત્વ કરીને આત્માને બંધન કર્યું છે તેથી જન્મમરણ થાય છે. પોતાનું શું એ વિચારે તો ભૂલ સમજાય અને ખરેખરી રીતે ભૂલ સમજાય, ત્યારે પશ્ચાત્તાપ કરે. • મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. શાથી ભૂલી ગયો? મનુષ્યદેહ દુર્લભ છે. તેની એક ઘડી પણ અમૂલ્ય છે. તેમાં કોઈ સત્પરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. એવા સપુરુષનાં વચનો પ્રાપ્ત થવાં ત્રણે કાળે અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે, છતાં જ્યારે તે મળી આવ્યાં ત્યારે તેનું માહાત્મ જાણું નહીં. તેને સામાન્યમાં ગણી કાઢયાં અથવા તો પૂરાં Page #88 -------------------------------------------------------------------------- ________________ સાંભળ્યાં જ નહીં. પુરુષના એક એક વચનને લક્ષમાં લેવાથી કોઈ કોઈ જીવ સંસાર તરી ગયા છે– મોક્ષ ગયા છે. પુરુષનાં વચન વિચારીને જીવે લક્ષ કરી લેવાનો છે કે હવે મારે શું કરવાનું છે? જો લક્ષ બંધાઈ જાય તો પછી તેના પ્રયત્નમાં લાગી જાય. કોઈએ પચાસ હજાર રૂપિયા કમાવા એમ લક્ષ ક્ય હોય અને પછી પ્રયત્ન કરે તો તેથી અર્ધા પણ કમાઈ શકે, પરંતુ લક્ષ જ ન હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. તેવી રીતે પુરુષના વચનથી આત્માનું હિત શામાં છે, તે વિચારીને શું કરવું તેનો લક્ષ થવો જોઈએ. એ રીતે સત્પરુષનાં વચનો લક્ષમાં લીધાં નહીં તેથી હજી સંસારનો અંત આવ્યો નથી. તમારાં કહેલાં અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. ભગવાને જીવ અને અજીવ અને તેના વિસ્તારરૂપે નવ તત્ત્વ અથવા છ દ્રવ્ય કહ્યાં છે. તેમાં આખા વિશ્વના પદાર્થો આવી જાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય તે દર્શાવ્યું છે. અથવા તો આત્મા એ જ અનુપમ તત્વ છે. આત્માને જાણતાં વિશ્વનાં ૮૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોનું જ્ઞાન પણ યથાર્થપણે થાય છે. ભગવાને કહેલાં આ તત્ત્વોને ઊંડા ઊતરી વિચાર્યું નહીં. તત્ત્વ સમજાવું એ સિદ્ધાંતબોધ છે, તે થવા પ્રથમ ઉપદેશબોધ અથવા વૈરાગ્ય ને ઉપશમની જરૂર છે. કષાયની મંદતા થાય, માત્ર મોક્ષ અભિલાષા થાય, આત્માનું હિત કરવાના ભાવ જાગે ત્યારે જિજ્ઞાસુ કે આત્માર્થી બને ત્યારે સરુનો બોધ, સિદ્ધાંતબોધ રુચે અને પછી તેનો જ વિચાર કરે. બીજા સંસારના વિચારો છોડીને ભગવાનના કહેલા તત્ત્વોનો વિચાર કરે. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. ભગવાનનાં વચન સાંભળે, વિચારે પછી તેને આચરવાના ભાવ થાય. ભગવાને જે ઉત્તમ ચારિત્ર અથવા શીલ ઉપદેશ્ય છે કે આત્મસ્વરૂપમાં રહેવું, તે શીલ મેં પાળ્યું નહીં. અથવા વ્યવહારથી મુનિના ધર્મો અને ગૃહસ્થના ધર્મો પ્રણીત કર્યા છે તે રીતે વર્તન કર્યું નહીં. પ્રયત્ન કરતાં કરતાં ત્યારે સદ્વર્તન સહજ થઈ જાય ત્યારે તે શીલ કહેવાય. ભગવાનની આજ્ઞાનુસાર વર્તવાનો પ્રયત્ન કર્યો નહીં. સત્પરુષનાં વચન દયમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ ઊતરી જાય પછી તે પ્રમાણે આચરણ કરવું તે શીલ. પ્રથમ સપુરુષનાં વચનો લક્ષમાં લે એટલે શ્રદ્ધા દઢ થાય, પછી તેને ઊંડા વિચારી તત્ત્વ સમજે એટલે જ્ઞાન થાય અને તે પ્રમાણે આચરણ કરે એટલે શીલ અથવા ચારિત્ર આવે. એમ દર્શન, જ્ઞાન અને ચારિત્રની અગત્યતા દર્શાવી. તમાાં કહેલાં દયા, શાંતિ, સમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. શીલમાં આત્માના બધા ગુણો જેવા કે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા વગેરે સમાય છે. તે ગુણોને લૌકિક અર્થમાં જાગ્યા છે. પરંતુ ભગવાને જેને દયા, શાંતિ વગેરે કહ્યા છે તેની ઓળખાણ પડી નથી. દયાના ઘણા ભેદ છે તે મોક્ષમાળા-શિક્ષાપાઠ નવમામાં બતાવ્યા છે તેમાં સ્વદયા એટલે પોતાના આત્માને અનાદિ કાળથી કર્મબંધ કરી દુઃખી કર્યો છે તે બંધનથી મુક્ત કેવી રીતે થાય? તે વિચારી ધર્મમાં પ્રવેશ કરવો. જે કંઈ ધર્મક્રિયા વગેરે કરવું તે આત્માર્થે કરવું, આત્માને કર્મબંધથી મુક્ત કરવા લક્ષપૂર્વક વર્તવું તે દયા છે. ૮૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ તેથી દયાને ધર્મનું મૂળ કહી છે. બોલવું નહીં તેને શાંત રહેવું એમ કોઈ માને છે. ભગવાને પ્રથમ સમક્તિ કરવા કહ્યું છે. પોતાના આત્માને ઓળખે પછી તેમાં રહેવું તે શાંતિ છે. સમક્તિ નથી થયું ત્યાં સુધી ક્રોધાદિ ન કરે તો પુણ્ય બંધાય પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ન છૂટે. આત્માનો લક્ષ હોય ત્યાં પછી કપાય રોકે વગેરે તે બધું આત્મામાં રહેવા અર્થે થાય છે. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું. સ્વભાવ પરિણામ ઓળખે પછી વિભાવ પરિણામ ગમે નહીં તેથી નિવૃત્ત થાય. વિભાવથી હઠી સ્વભાવમાં આવે તો કલ્યાણ છે. કલ્યાણ એ જ શાંતિ છે. આત્માનું ઓળખાણ હોય તો તેનું માહાત્મ લાગે એટલે જે કરે તે આત્માર્થે થાય. ક્ષમા એટલે નિમિત્ત હોય તોપણ ક્રોધાદિ ન કરે. બળપૂર્વક સ્વભાવમાં જ રહેવું તે ક્ષમા છે. ક્ષમા આત્માનો ગુણ છે. ક્રોધાદિ વિભાવ છે. પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે. તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. જેટલી Page #92 -------------------------------------------------------------------------- ________________ કર્મનિર્જરા થાય તેટલી શુદ્ધતા–પવિત્રતા થઈ કહેવાય. સમક્તિ થાય ત્યારથી નિર્જરા થવા માંડે છે. આત્માની કર્મમલરહિત દશા થવી તે મોક્ષ છે. દયાશાંતિ વગેરે કરીને એ શુદ્ધ ભાવનું ઓળખાણ કરવાનું છે. સમક્તિ ગુણ આવે એટલે આત્માના બધા ગુણો ઓળખાય. સર્વ ગુણાંશ તે સમક્તિ. સમક્તિ થતાં આત્મા વિભાવમાંથી ફરીને સ્વભાવ તરફ ઢળે છે. શુદ્ધાત્મામાં પરિણમવું તે જ પવિત્રતા છે. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. આત્માના ગુણો ઓળખ્યા નહીં ત્યાં સુધી ભૂલ્યો તેથી સંસારમાં આથડયો– અજ્ઞાનને લીધે જન્મમરણ કર્યા. તૃષ્ણાથી દુઃખી થતો રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. કેટલું દુ:ખ લાગ્યું ત્યારે આ વચનો નીકળ્યાં હશે! સંસાર અત્યંત દુ:ખરૂપ લાગે ત્યો ત્યાંથી પ્રીતિ ખસે એવું છે. સંસારથી પ્રીતિ ઊઠે ત્યારે પરમાર્થમાં જોડાય, અનંત કાળનો આ સંસાર Page #93 -------------------------------------------------------------------------- ________________ છે. મહાવીર ભગવાને જમાલીને કહ્યું હતું કે સંસાર શાશ્વત છે અને અશાશ્વત પણ છે. આવો ને આવો સદા રહેવાનો છે, માટે શાશ્વત અને અમુક જીવની અપેક્ષાએ તે અશાશ્વત છે. જીવ જાગે ને પુરુષાર્થ કરે તો તે સંસારથી છૂટી શકે તેથી અનંત કાળનો સંસાર છતાં બધા જીવ તેમાં અનંત કાળ રહે એવું નથી, અનાદિસાંત પણ છે. સમક્તિ નથી થયું ત્યાં સુધી અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છું. પાપી છું. મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપ જ છે. પાંચ મહાવ્રત પાળતો હોય પણ મિથ્યાત્વ છે તો પાપી જ છે. બધાં પાપનું મૂળ મિથ્યાત્વ છે. જેને છૂટવું છે તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવા લક્ષ રાખવાનો છે. ધન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને તપ એ આઠ પ્રકારના મદ છે તેમાં તણાઈ જાય છે. નજીવી વસ્તુ મળી તેનો અહંકાર. અનંતાનુબંધી કષાય મિથ્યાત્વ સાથે રહે છે, તેને પ્રથમ કાઢવાના છે. માન ન હોય તો અહીં જ મોક્ષ હોય. હું જાણું છું એમ થાય છે તે અનંતાનુબંધી માન છે. તે જાય તો તો સમક્તિ Page #94 -------------------------------------------------------------------------- ________________ થાય. મિથ્યાત્વ જાય ત્યાંથી જ મોક્ષની શરૂઆત છે. જ્યાં સુધી કર્મ-રજ છે ત્યાં સુધી મલિન છે. કર્મ . નિમિત્તે ભાવ મલિન થાય છે. તેથી તે આત્માને અપવિત્ર કરે છે. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. હું આવો છું પણ પરમાત્મા પવિત્ર છે, સર્વ કર્મરજથી રહિત છે. તેથી, તેમનું અવલંબન લેવા કહે છે કે, હે પરમાત્મા ! તમારા કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. તત્ત્વ એટલે દેવગુરુધર્મ. જ્યારે મોક્ષ કરવો હશે ત્યારે આ ત્રણનું અવલંબન લેવું પડશે. હું શું કરું છું? ક્ષણે ક્ષણે શું કરી રહ્યો છું તેની કાળજી રાખવી જોઈએ. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. પ્ર+પંચ - પાંચ ઇંદ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઇંદ્રિયોનો સંયમ જોઈએ. પરંતુ ૮૬ Page #95 -------------------------------------------------------------------------- ________________ હું તો નિરંતર પ્રપંચમાં વર્તુ છું. અજ્ઞાનથી– વિપરીત બુદ્ધિથી તેને સારું માન્યું છે. જે છોડવાનું છે તેને સારું માન્યું છે, હિતકારી માન્યું છે તેથી છૂટી શકે નહીં. અનાદિ કાળથી અજ્ઞાનથી અંધ થયો છું, પણ સદ્ગના ઉપદેશથી વિવેક આવે તો અજ્ઞાન દૂર થાય. પરંતુ એવી વિવેક કરવાની શક્તિ પણ મારામાં નથી. વિવેક આવે તો તે અજ્ઞાન ટાળે એવો બળવાન છે. વિવેકનું કામ જ કરવાનું છે. હિત, અહિત, દેહ ને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવા તે વિવેક છે. અજ્ઞાન હોય ત્યાં વિવેક ન હોય. વિવેક ન હોય ત્યાં મૂઢતાં હોય. વિવેકશક્તિ એટલે ભેદજ્ઞાન. અજ્ઞાનદશામાં પણ જો છૂટવાની જિજ્ઞાસા હોય તો મૂઢ ન કહેવાય. પરંતુ વિવેકશક્તિ નથી અને તેનું ભાન પણ નથી તે મૂઢતા છે. તે દિશાની ખબર નથી, તેનો વિચાર નથી છતાં પોતાને ડાહ્યો માને, હું સમજું છું એમ માને તે મૂઢતા છે. અજ્ઞાન દશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાની પુરુષનો આશ્રય લેવો જોઈએ. તે નથી, તેથી નિરાશ્રિત છું. અનાથ છું. જેનું Page #96 -------------------------------------------------------------------------- ________________ આ સંસારમાં કોઈ ન હોય તે અનાથ કહેવાય. ખરો નાથ આત્મા છે તે પ્રગટે ત્યારે સનાથ થવાય. સદ્ગનો આશ્રય મળે તોપણ સનાથ થવાય. નીરગી પરમાત્મા! હું હવે તમારે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. નાથ કોણ? નરાગી પરમાત્મા, જેણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આખું જગત રાગદ્વેષમાં પડયું છે. પરમાત્મા નીરાગી છે. જેને સંસારમાંથી છૂટવું હોય તેણે શું કરવું? પરમાત્મારૂપ દેવ, તેમણે ઉપદેશેલો ધર્મ, અને તે ધર્મને સમજીને પોતે આચરે તેમજ અન્યને સમજાવે એવા મુનિ અથવા ગુરુ આ ત્રણ શરણ છે. તેની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. - શરણ કેમ પ્રાપ્ત થતું નથી? જીવ અપરાધી છે. જેની આરાધના કરવી જોઈએ તેની આરાધના કરતો નથી. પોતામાં દોષો છે તે જણાતા નથી. સત્તામાં Page #97 -------------------------------------------------------------------------- ________________ દોષ હોય તે જણાય નહીં; નિમિત્ત મળ્યે દોષ ઊભા થાય. આત્માની આરાધના નથી કરતો એ મોટો દોષ છે. જે જે કારણને લઈને આત્માની આરાધના થતી નથી તે મારાં પાપો ટળી જાય, એ મારી અભિલાષા છે. પાપથી મુક્ત થાય તો નિર્દોષ થાય. મોક્ષ શું? આત્માની શુદ્ધતા પાપરહિત દશા એ જ મોક્ષ છે. બધાં કર્મ પાપ છે. તેમાં ચાર ઘાતિયાં કર્મ મુખ્ય પાપ છે. તે જાય તો પરમાત્મા થવાય. તેથી તે ઘાતિયાં કર્મ તોડવા પ્રયત્ન કરવો જોઈએ. “ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરસણ જગનાથ.” પાપ થયું હોય તો પછી શું કરવું? પશ્ચાત્તાપ. પાપ કરીને રાજી થાય, તેનું અભિમાન કરે તો તીવ્ર કર્મ બાંધે જેમકે શ્રેણિક રાજાએ બાણ માર્યું તે હરણને વીંધીને ઝાડમાં પેસી ગયું; તેનું અભિમાન કરવાથી નરકનું આયુષ્ય બાંધ્યું અને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોધના વિચારોથી સાતમી નરકે જવાય એવાં પાપનાં દળિયાં બાંધ્યાં; પરંતુ પાછો પશ્ચાત્તાપ કરવાથી છૂટી ગયા. પાપથી મુક્ત કેમ થવાય? પશ્ચાત્તાપ કરવાથી. વીસ દોહરા, ક્ષમાપના વગેરે ૮૯ Page #98 -------------------------------------------------------------------------- ________________ બોલવાનો હેતુ એવો પશ્ચાત્તાપ જગાડવાનો છે. ઘણાં ભવ નિષ્ફળ ગયા પણ હવે આ ભવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાત્તાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય. ભૂલ થઈ હોય તેની માફી માગે તો પોતાને હિત થાય અને બીજાને પણ અસર થાય છે. પશ્ચાત્તાપથી જાગૃત થવાય છે. ખોટે રસ્તેથી પાછો વળી સન્માર્ગે આવે તો કરવું તેનો ઊંડો વિચાર કરી શકે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. પોતાના દોષો અંતરમાં તપાસતાં ભગવાન તરફ નજર જાય છે. ભગવાનનું અંતર કેવું છે? તે સમજાય ત્યારે મારું અંતર પણ તેવું જ છે એમ જણાય. ભગવાનમાં દોષ કે વિભાવ નથી એ વિચારતાં પોતે દોષ અને વિભાવથી પાછો વળે. ત્રણ લોકના નાથ શુદ્ધ આત્મારૂપ ભગવાન છે. ભગવાનના તત્ત્વ–આત્મસ્વરૂપ સુધી નજર જાય તો ચમત્કાર લાગે કે લાગે કે મારું સ્વરૂપ તમે ૯૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કર્યું તેવું જ છે! મૂળ સ્વરૂપમાં કયાંય ભેદ નથી, કર્મને લઈને ભેદ કહેવાય છે. “જિનપદ નિજપદ એકતા.” ક્ષમાપનાની વચ્ચે મૂકેલા આ વાકયમાં કૃપાળુદેવે ઉત્તમ મર્મની વાત કહી દીધી છે. “કર વિચાર તો પામ.” વસ્તુ સ્વરૂપ સમજવા જે ઊંડો વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે. “વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.” એમ બનારસીદાસે કહ્યું છે. બીજા વિચારથી મન થાકી જાય, માથું દુ:ખે. આત્માનો વિચાર કરતાં સુખ ઊપજે, શાંતિ થાય. ઊંડો ઊતરું છું એટલે બાહ્યભાવથી છૂટું છું. જ્ઞાની પુરુષના વચનના અવલંબને પોતાનું ખરું સ્વરૂપ સમજાય છે. સદ્ગુરુના બોધે જે વિચારણા થાય તે સુવિચારણા છે. બીજા વિચારોથી રોકીને મનને આત્મવિચારમાં લઈ જવું હોય તો ત્યાં આત્મવીર્ય ફોરવવું પડે છે. પછી તેનો અભ્યાસ થઈ જતાં મન તે તરફ સહેજે ઢળે ત્યારે બીજાં કામ કરતાં પણ આત્મવિચારમાં રહી શકે. ભગવાનનું સ્વરૂપ અદ્ભુત છે! વૈરાગ્ય, ઉપશમ વડે ઊંડા ઊતરતાં મારા ૯૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપને પ્રકાશિત કરે તેવું તમારું સ્વરૂપ કેવું જણાય? તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો. જ્ઞાની પુરુષ કેવા નિશ્ચિત છે, સુખી છે તેનો વિચાર કરીએ તો આપણું ચિત્ત એ ભાવમાં જાય છે; જ્ઞાની પુરુષ કેવા છે તે કહે છે. નીરાગી! તે દશા સમજવા પોતાને રાગ છોડવો પડે. જ્યારે પોતાને રાગદ્વેષ થાય ત્યારે ભગવાનનું નીરાગી સ્વરૂપ સંભારે તો રાગદ્વેષ જતા રહે. નિર્વિકારી, રાગદ્વેષથી થતા સર્વ વિકારથી રહિત. સત્ – આત્મા, સત્ ચિત્ આનંદ સ્વરૂપ, આત્માને જાણવાથી થતાં આનંદ સ્વરૂપ, ભગવાન આત્મિક સુખવાળા છે. રાગ, વિકાર અને વિષયાદિનો આનંદ દુ:ખનાં કારણ છે. ભગવાન તેથી છૂટયા છે. પોતાના આત્માનું સહજ સુખ અનુભવે છે. આટલું તો અપૂર્ણ દશામાં પણ ક્વચિત્ હોય; હવે પૂર્ણ દશાનાં લક્ષણો કહે છે. ભગવાન પૂર્ણ દશાને પામ્યા હોવાથી અનંતજ્ઞાની અને અનંતદર્શી છે. “હે મુમુક્ષુ, એક આત્માને જાણતાં ૯૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત લોકાલોકને જાણીશ. અને સર્વ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે.” સર્વ આવરણ દૂર થયાં હોવાથી ભગવાનને ત્રણે લોકનું ત્રણે કાળનું જ્ઞાન છે. તેથી વૈલોકયપ્રકાશક છે. આ ભગવાનના ગુણોમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું જાણવાની ઇચ્છાથી નિવર્સી જ્ઞાનીના સ્વરૂપનો લક્ષ રાખવો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. આ ક્ષમાપના કોઈ સાંસારિક સુખની ઇચ્છાથી કરી નથી. માત્ર આત્માનું હિત થાય, કર્મબંધથી મુક્ત થવાય એ હેતુથી કરી છે. ખરા ભાવથી ભગવાનને અંતરમાં સાક્ષી રાખીને કરી છે. પૂર્વે બાંધેલાં કર્મ ઉદય તો આવે પરંતુ તે વખતે રાગદ્વેષ ન કરતાં સમતા ક્ષમા રાખું જેથી ફરી તેવાં કર્મ ન બંધાય એમ ભગવાન ૯૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યે યાચના છે. બીજું કંઈ ઇચ્છવું નથી. જે આવે તે ખમી ખૂંદવું. ભગવાનને ભૂલવા નહીં. ધીરજ ન છોડવી. દઢતા હોય તો ક્ષમા રહે. એક પળ પણ તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! ભગવાન પાસે શું માગ્યું તે કહે છે. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. નિઃશંકતા એ સમક્તિનો પહેલો ગુણ છે. એક પળ માત્ર શંકા થાય તો બધું બગાડી નાખે, ગાઢ કર્મ બાંધી લે. શંકા સંતાપકારી છે. શંકા રહિત સમકિતીને રાતદિવસ પુરષાર્થ જાગે. રાતદિવસ આત્મામાં વૃત્તિ લાગી રહે. એમ એ રીતે મોક્ષમાર્ગમાં વતું એ માગ્યું. “પુષ્પમાળા”માં ભક્તિકર્તવ્ય અને ધર્મકર્તવ્ય એમ ભેદ બતાવ્યા છે. પુરુષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ, સ્વાધ્યાય વગેરે કરવું તે ભક્તિ છે અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માનાં પરિણામ સ્થિર થાય તે ધર્મ ८४ Page #103 -------------------------------------------------------------------------- ________________ છે. શરૂઆતમાં ભક્તિ એ મુખ્ય છે. તેનું પરિણામ ધર્મ છે તે આગળ ઉપર સમજાય છે. દેહને અંગે બીજાં કાર્યમાં પ્રવર્તવું પડે ત્યારે અને રાત્રે નિદ્રામાં પણ ભાવના તો આત્માર્થ કરવાની જ રહે એમ લક્ષ રાખવો. એમ દિવસે તેમ જ રાત્રે ભગવાનની આજ્ઞામાં ધર્મધ્યાનમાં પ્રવર્તાય એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ એટલે મારી સર્વ ઇચ્છા તેમ જ વર્તન મોક્ષ માટે જ હો. હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી માત્ર પશ્ચાત્તાપથી હું કર્મ જન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હે ભગવાન! આપ સર્વજ્ઞ છો તેથી બધું જાણો છો. મારાં સત્તામાં રહેલાં કર્મને ૫ અલ્પજ્ઞ તમને શું કહું? મારાં કર્મજન્ય પાપો ક્ષય થાય અને ફરી તેવાં ન બંધાય એવી સમતા ક્ષમા ધીરજ રહે એમ ઇચ્છું છું. જે શાંતિ: શાંતિ: શાંતિ: ૯૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ મારા આત્માનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ એવી ભાવનાથી વિરમું છું. સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે શાંતિ છે. તેથી અવશ્ય કલ્યાણ થાય છે. ૯૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ सात 43, ६५ Unt Page #106 -------------------------------------------------------------------------- ________________ स्वाध्या य राजद