________________
હું દેહ ને ઇન્દ્રિયને વશ છું, ત્યાં સન્મુરુષ સિવાય કોઈ બચાવે તેમ નથી. પરંતુ તેમનો મને વિયોગ છે. કોઈ પ્રિય જનનો કે હિતસ્વીનો વિયોગ થાય તો ઘડી ઘડી સાંભરે. પરંતુ વચન ને નયન દ્વારા વૃત્તિ બહાર ફરતી હોવાથી તેનું સ્મરણ પણ થતું નથી. વિયોગ હોય છતાં ચિત્ત ત્યાં લાગ્યું હોય તો તેનું જ રટણ રહે અને નજર સામે તેની જ મૂર્તિ દેખાય. જે રીતે પ્રવર્તતા તે બધું યાદ આવે. પરંતુ આમતેમ બધે જાયા કરે, નકામું બડબડ બોલ્યા કરે તો ભગવાન શી રીતે સાંભરે? વચનથી વેર કે પ્રીતિ થાય છે, તેથી ભવ ઊભા થાય. નયન પણ બાહ્ય વસ્તુઓ પ્રત્યે રાગદ્વેષ કરાવી ઘણાં કર્મ બંધાવે છે તેથી એ બન્નેનો સંયમ કરવો જોઈએ. સત્પરુષના વિયોગમાં તેમનું શરણ લઈને વચન નયનને સ્મરણ, કીર્તન, દર્શનાદિમાં રોકવાં. બીજેથી રોકીને ગુપચુપ આત્માર્થ સાધી લેવો. લોકપ્રસંગ ઘટાડી આત્માર્થમાં લાગી રહેવું.
વળી જે તારા ભક્ત નથી તેઓ અસિક્તિપૂર્વક સંસારની ખટપટમાં લાગી રહ્યા છે. તેમના પ્રસંગમાં
૪૯