________________
સાંભળવું વગેરે દેહ ને ઇંદ્રિયનાં કાર્યોમાંથી આત્માને પોતાનું હિત કરવાનો અવકાશ જ મળતો નથી. દેહને રાજા બનાવી દીધો છે ને આત્મા નોકર થઈ ગયો છે. આત્મા સુખી છે કે દુખી? તે વિચારવાનો પણ વખત નથી. મૃત્યુ પછી પોતાની શી ગતિ થશે એ સંભાળ લેવાતી નથી. આત્માર્થે કંઈ પુરુષાર્થ થતો નથી.
દેહ અને ઇન્દ્રિયથી પ્રાપ્ત થતા બાહ્ય પદાર્થો છે, તેમાં રાગ કરીને જીવ કર્મબંધ કરી રહ્યો છે. તે બાહ્ય પ્રવૃત્તિથી નિવર્તીને આત્માના હિતમાં જોડાવા અહીં બોધ કર્યો છે. બાહ્યાત્મા મટી અંતરાત્મા થવા આ ૨૦ દોહામાં સમજાવ્યું છે. મન-વૃત્તિને આત્માર્થમાં જોડવાનાં સાધન જેવાં કે અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન ઇત્યાદિ છે. તેથી મન આત્માને આધીન થાય ને દેહ ને ઇન્દ્રિયોને આત્માર્થે પ્રવર્તાવી શકાય. પરંતુ તે પણ મારાથી બનતું નથી. તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧