________________
નથી. નિયમિત ધર્મઆરાધન કરવા કહ્યું છે તે થતું નથી. તે માટે વ્યાકુળતા-મૂંઝવણ થવી જોઈએ તે પણ થતી નથી. મારાં કેવાં ભારે કર્મ છે! કૃપાળુદેવે કહ્યું છે કે ભારેકર્મી જીવો આ કાળમાં અવતરે છે. તેથી ધર્મની જિજ્ઞાસા ઘટતી જાય, લોકોમાં વાહવાહ કહેવડાવવા બધું કરે. પરમાર્થ – આત્માનું હિત શાથી થાય એ સૂઝતું નથી. નિરંકુશતા વધતી જાય છે. મા-બાપનું કહ્યું ન માને તો ભગવાનનું કહેવું શું વિચારે? ભગવાન હતા એ જ ન માને. શાસ્ત્રોને કલ્પના માને અને પોતાની કલ્પનાએ સ્વચ્છેદે બધું પ્રવર્તન કરે. બીજાં કામ આડે પરમાર્થ માટે અવકાશ જ નથી.
સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦
સેવા-સપુરુષે જે આજ્ઞા આપી છે તેની આરાધના એટલે આત્માની ઉપાસના થતી નથી. આળસ, ઊંઘ, પ્રમાદ, વિકથા આદિ તેમાં પુરુષાર્થ કરવા દેતાં નથી. દેહ ને ઇંદ્રિયોને અર્થે બધું પ્રવર્તન થાય છે. ખાવું, પીવું, હરવું, ફરવું, નાહવું, ધોવું, ઊંઘવું, જોવું, સુંઘવું,
૪૭.