________________
પરંતુ તેવા ઉત્તમ સ્થળે રોકાવાનું બની શકતું નથી. સત્સંગનો લાભ લઈ શકાતો નથી.
કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯
કળિકાળને લઈને ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. તે પ્રાપ્તિ થાય તો પણ સાધના કરવી દુર્લભ છે. ક્ષેત્રનો પ્રભાવ હોય તેમ કાળનો પણ પ્રભાવ છે. આ કાળમાં બધાં નિમિત્તો ધર્મને વિપરીત થાય તેવાં છે. નિવૃત્તિના સ્થળે પુરુષનો યોગ હોય ત્યાં કાળ કંઈ નડતો નથી. પ્રભુશ્રીજી હતા ત્યારે તેમની સમીપે ચોથા આરા જેવું લાગતું. બોધ અને ભક્તિથી આત્મા કરતો. સંસારનું વિસ્મરણ થતું. તેમ આવા વિપરીત કાળમાં પણ જો
જીવ પુરુષની આજ્ઞા અનુસાર ભક્તિ કરવાનો નિયમ કરે, વ્રત ત્યાગ દ્વારા મર્યાદા કરે ને તેને દઢ રીતે વળગી રહે તો ધર્મસાધન બની શકે. એમ મર્યાદા એટલે આજ્ઞાઆરાધનરૂપ ધર્મ જીવને બચાવી શકે. સપુરુષની આજ્ઞામાં લક્ષ રાખે તો પાપ કરતો અટકે. સપુરુષની આજ્ઞારૂપી અંકુશ છે, છતાં તે અંકુશમાં વર્તાતું
૪૬