________________
સમસ્ત લોકાલોકને જાણીશ. અને સર્વ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેયપણે તારે વિષે દેખાશે.”
સર્વ આવરણ દૂર થયાં હોવાથી ભગવાનને ત્રણે લોકનું ત્રણે કાળનું જ્ઞાન છે. તેથી વૈલોકયપ્રકાશક છે. આ ભગવાનના ગુણોમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું જાણવાની ઇચ્છાથી નિવર્સી જ્ઞાનીના સ્વરૂપનો લક્ષ રાખવો.
હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું.
આ ક્ષમાપના કોઈ સાંસારિક સુખની ઇચ્છાથી કરી નથી. માત્ર આત્માનું હિત થાય, કર્મબંધથી મુક્ત થવાય એ હેતુથી કરી છે. ખરા ભાવથી ભગવાનને અંતરમાં સાક્ષી રાખીને કરી છે. પૂર્વે બાંધેલાં કર્મ ઉદય તો આવે પરંતુ તે વખતે રાગદ્વેષ ન કરતાં સમતા ક્ષમા રાખું જેથી ફરી તેવાં કર્મ ન બંધાય એમ ભગવાન
૯૩