________________
પ્રત્યે યાચના છે. બીજું કંઈ ઇચ્છવું નથી. જે આવે તે ખમી ખૂંદવું. ભગવાનને ભૂલવા નહીં. ધીરજ ન છોડવી. દઢતા હોય તો ક્ષમા રહે.
એક પળ પણ તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ!
ભગવાન પાસે શું માગ્યું તે કહે છે. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. નિઃશંકતા એ સમક્તિનો પહેલો ગુણ છે. એક પળ માત્ર શંકા થાય તો બધું બગાડી નાખે, ગાઢ કર્મ બાંધી લે. શંકા સંતાપકારી છે. શંકા રહિત સમકિતીને રાતદિવસ પુરષાર્થ જાગે. રાતદિવસ આત્મામાં વૃત્તિ લાગી રહે. એમ એ રીતે મોક્ષમાર્ગમાં વતું એ માગ્યું. “પુષ્પમાળા”માં ભક્તિકર્તવ્ય અને ધર્મકર્તવ્ય એમ ભેદ બતાવ્યા છે. પુરુષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ, સ્વાધ્યાય વગેરે કરવું તે ભક્તિ છે અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માનાં પરિણામ સ્થિર થાય તે ધર્મ
८४