________________
છે. શરૂઆતમાં ભક્તિ એ મુખ્ય છે. તેનું પરિણામ ધર્મ છે તે આગળ ઉપર સમજાય છે. દેહને અંગે બીજાં કાર્યમાં પ્રવર્તવું પડે ત્યારે અને રાત્રે નિદ્રામાં પણ ભાવના તો આત્માર્થ કરવાની જ રહે એમ લક્ષ રાખવો. એમ દિવસે તેમ જ રાત્રે ભગવાનની આજ્ઞામાં ધર્મધ્યાનમાં પ્રવર્તાય એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ એટલે મારી સર્વ ઇચ્છા તેમ જ વર્તન મોક્ષ માટે જ હો.
હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી માત્ર પશ્ચાત્તાપથી હું કર્મ જન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.
હે ભગવાન! આપ સર્વજ્ઞ છો તેથી બધું જાણો છો. મારાં સત્તામાં રહેલાં કર્મને ૫ અલ્પજ્ઞ તમને શું કહું? મારાં કર્મજન્ય પાપો ક્ષય થાય અને ફરી તેવાં ન બંધાય એવી સમતા ક્ષમા ધીરજ રહે એમ ઇચ્છું છું.
જે શાંતિ: શાંતિ: શાંતિ:
૯૫