________________
સ્વરૂપને પ્રકાશિત કરે તેવું તમારું સ્વરૂપ કેવું જણાય?
તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક
છો.
જ્ઞાની પુરુષ કેવા નિશ્ચિત છે, સુખી છે તેનો વિચાર કરીએ તો આપણું ચિત્ત એ ભાવમાં જાય છે; જ્ઞાની પુરુષ કેવા છે તે કહે છે. નીરાગી! તે દશા સમજવા પોતાને રાગ છોડવો પડે. જ્યારે પોતાને રાગદ્વેષ થાય ત્યારે ભગવાનનું નીરાગી સ્વરૂપ સંભારે તો રાગદ્વેષ જતા રહે. નિર્વિકારી, રાગદ્વેષથી થતા સર્વ વિકારથી રહિત. સત્ – આત્મા, સત્ ચિત્ આનંદ સ્વરૂપ, આત્માને જાણવાથી થતાં આનંદ સ્વરૂપ, ભગવાન આત્મિક સુખવાળા છે. રાગ, વિકાર અને વિષયાદિનો આનંદ દુ:ખનાં કારણ છે. ભગવાન તેથી છૂટયા છે. પોતાના આત્માનું સહજ સુખ અનુભવે છે. આટલું તો અપૂર્ણ દશામાં પણ ક્વચિત્ હોય; હવે પૂર્ણ દશાનાં લક્ષણો કહે છે. ભગવાન પૂર્ણ દશાને પામ્યા હોવાથી અનંતજ્ઞાની અને અનંતદર્શી છે. “હે મુમુક્ષુ, એક આત્માને જાણતાં
૯૨