________________
એ જ માગું છું. તે શું? સદ્ગમાં દઢ શ્રદ્ધા. વળી સદ્ગુરુ સંતમાં ને હે પ્રભુ! તારામાં ભેદ માનું નહીં. આત્મજ્ઞાની સરુ એ તારારૂપ જ છે એમ નિ:શંકપણે માનું અને તેમને શરણે રહું. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. જેથી સર્વ પ્રાણી વિષે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ જોગ્યતાની પ્રાપ્તિ હોય છે.” (આંક ૨૫૪). પુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ થઈ પરમ ભક્તિભાવ, શરણભાવ જાગે ત્યારે સમક્તિ થાય છે. સદ્ગુરુના ચરણની સેવાથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ દઢ શ્રદ્ધા થાય એટલું માગું છું.
આમ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરીને માગ્યું કે સાચા સરુની પ્રાપ્તિ અને તેમના પ્રત્યે દઢ શ્રદ્ધા થાય એવી કૃપા કર.