________________
કોઈની પાસે થોડા પૈસા હોય અને માને કે મારી પાસે પૂરતું છે તો વધારે કમાવવા પ્રયત્ન ન થઈ શકે. મારી પાસે કંઈ નથી, ઘણું મેળવવું છે એમ વિચારે તો મહેનત કરે. તે પ્રમાણે પોતાના દોષો વિચારી અભિમાન મૂકે તો આત્માના અનંત ગુણો સસુખ વગેરે મેળવવા પુરુષાર્થ કરી શકે. જીવ અનાદિ કાળથી ભિખારી જેવો છે. માટે હવે આત્મા પ્રાપ્ત કરવાની સામગ્રી મળી તો ચેતી જવું. અભિમાન મૂકીને પુરુષાર્થ ન કરે તો સાધનો મળ્યાં છે તે વૃથા જાય અને જેમ ઊંચેથી પડેલો વધુ પછડાય તેમ સંસારમાં દીર્ઘ કાળ રખડે. પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.૨૦ બધા દોષો દૂર થવાનો ઉપાય સદ્ગુરુનું શરણ છે. “માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”
(આત્મસિદ્ધિ ગાથા ૧૮) તેથી પરમાત્માને ફરી ફરી નમસ્કાર કરીને વારંવાર