________________
યમ નિયમ સંયમ યમ નિયમ સંજામ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો,
દઢ આસન પઘ લગાય દિયો. ૧ યમ–આખા જીવન માટે જે વ્રત લેવામાં આવે છે. જેમકે પાંચ અણુવ્રત કે મહાવ્રત. તેમાં ક્વચિત આગાર રાખવો પડે કેમકે પૂર્ણપણે સર્વ વખતે ન પળે પણ પ્રયત્ન તેની પૂર્ણતાએ પહોંચવા માટે હોય.
નિયમ– જે થોડા વખત માટે ખાસ નિયમ કરીએ તે. જેમકે એક મહિનો માટે અમુક ત્યાગ અથવા આજે મૌન છે કે ઉપવાસ છે. વ્રત કરતાં નિયમ વધુ પૂર્ણ રીતે પાળવાના હોય છે, તેમાં અપવાદ ન થવા દે. જેમકે દિવ્રત તે યમ છે અને દેશાવકાશી વ્રત તે નિયમરૂપે હોય છે. આઠ દૃષ્ટિમાં પ્રથમ પાંચ મહાવ્રતરૂપી યમ આવે એમ કહ્યું છે. બીજી દષ્ટિમાં નિયમ પંચ – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઈશ્વરનું ધ્યાન – આવે છે એ
૬૫