________________
એગ નથી સત્સંગનો, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ સત્સંગનો જોગ નથી અને સત્સંગમાં જે આજ્ઞા મળી છે તેનું સેવન થવું જોઈએ તે થતું નથી. અથવા સપુરુષની કંઈક સેવા મળે તો ઉલ્લાસભાવ રહે તેવી સેવા ન મળે ત્યારે સેવા કરવાની ભાવના થવી જોઈએ તે પણ થતી નથી. અથવા આત્મધર્મ પામવા માટે પુરુષાર્થ કરવો જોઈએ તે થતો નથી. જોગ નથી એટલે યોગ્યતા નથી એમ પણ અર્થ બેસે.
પરમાત્મા પ્રત્યે એકતા થવાથી અને તે આશ્રયભાવનો અનુયોગ – વિચાર કરવાથી પણ શુદ્ધ સ્વરૂપ પામી શકાય છે. સદ્ગુરુને આશ્રયે મન, વચન, કાયાના યોગ પ્રવર્તાવે, હુંપણું ત્યાગે. અભિમાન, હુંપણું દરેક ક્રિયામાં થાય છે તે જ સમક્તિ થવામાં આડું આવે છે. તે મુકીને સત્પષે જે વિચાર્યું છે, જે કર્યું છે ને કહ્યું છે તે જ ખરું છે, માટે હું તેને અનુસરીને જ વર્તે. મારે મારું પોતાનું સપુરુષથી જુદું કે વિશેષ કંઈ કહેવા કરવાનું નથી એમ માત્ર આશ્રયે વર્તવું જોઈએ તે
૩૯