________________
થતું નથી.
હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. ૫
હું સર્વથા કર્મને વશ છું. વિષયકષાયને આધીન પામર છે. જેમ કોઈ લંગડાને ગાડીમાં નાખીને ફેરવે તેમ આ દેહને આધીન અને કર્મને આધીન મારે વર્તવું પડે છે. એવો હું તે શું કરવા સમર્થ છું? પ્રભુશ્રીજી કહેતા કે એક તણખલાના બે કટકા કરવાની અમારી શક્તિ નથી! તો મારી કંઈ કરવાની શી શક્તિ છે? માત્ર કર્માધીન નિમિત્તાધીન છું એવું પોતાનું પામરપણું સમજાય તેને વિવેક કહ્યો છે, તે આવે તો સાચું શું તે તરફ લક્ષ જાય. વિવેક એટલે હું કંઈ જ જાણતો નથી, જ્ઞાની જાણે છે, એવો સત્ય વિચાર જાગે પછી જ સત્પરષાર્થ આવે. પરંતુ હું વિવેકશન્ય છે.
જે કામ પોતાથી થાય તેવું ન હોય તેમાં અન્યની સહાય લેવાય છે તેમ મોક્ષ પોતાની મેળે પ્રાપ્ત થઈ જાય એમ નથી. તેમાં પુરુષની સહાય જોઈએ. સંસારમાં જીવ અનંતકાળથી ગોથાં ખાય છે, ત્યાં