________________
ભક્તિના દુહા–“હે! પ્રભુ, હે! પ્રભુ” માં અનુકૂળ જોગે જેટલો અવકાશ મળે તેટલો કાળ વૃત્તિ રોકી ઉપયોગની જાગૃતિ રાખી વર્તવું. સવૃત્તિનું અનુસંધાન કરવું.
(પાના નં. ૧૧૪)
સંસાર ઉપરથી આસક્તિ ઉઠાવી લઈ પરમકૃપાળુદેવ ઉપર, તેના વચનો ઉપર, તેની મુખમુદ્રા, તેના જણાવેલ ‘સમરણ’‘વીસ દુહા' ‘ક્ષમાપનાનો પાઠ’ ‘છ પદનો પત્ર’ ‘આત્મસિદ્ધિ’ આદિ અપૂર્વ હિતના કારણ જે સત્સાધન છે તેનું સેવન નિરંતર કર્તવ્ય છેજી.
(પાના નં. ૧૨૮) તેમનો બતાવેલો માર્ગ જે પરમકૃપાળુદેવની ભક્તિ પરમોત્કૃષ્ટ સાધન જે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' નો મંત્ર તથા ‘વીસ દોહરા' ‘ક્ષમાપનાનો પાઠ’ ‘આત્મસિદ્ધિ’ ‘છ પદનો પત્ર’ આદિ જે જે આજ્ઞારૂપ ધર્મ બતાવ્યો છે તેનું આરાધન જો કર્યા કરીશું તો અવશ્ય કલ્યાણ થશે. તેમણે બતાવેલું આપણા આત્માને કલ્યાણકારી અને સત્ય છે. તેમાં આપણી મતિકલ્પના ઉમેર્યા સિવાય
૧૯