________________
સ્વચ્છંદ રોકીને વર્ત્યા જઈશું તો અવશ્ય મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી મોક્ષ પામીશું. (પાના નં. ૧૨૯)
વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ અને છ પદનો પત્ર એ અમૂલ્ય વાતો હ્દયમાં કોતરી રાખી ઊંડી સમજણ કરવા યોગ્ય છે. તેમાં સર્વ શાસ્ત્રોનો સાર આવી જાય છે. સમયે સમયે જીવ મરી રહ્યો છે. તો જેટલો કાળ તે વચનો સાંભળવામાં જાય, તેના વિચારમાં જાય તે જીવનું મરણ સુધારનાર સમાધિમરણનું કારણ છે. (પાના નં. ૧૩૩)
વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, વગેરે ભક્તિ-સ્મરણમાં નિત્ય નિયમિતપણે અમુક કાળ કાઢવા લક્ષ રાખશો. (પાના નં. ૧૩૮)
કૃપાળુદેવનાં વચન – વીસ દોહા અપૂર્વ છે! પણ જીવે સામાન્ય કરી નાખ્યા. અલૌકિક દૃષ્ટિથી વિચાર નથી કર્યો. આવું ચિંતામણી રત્ન તે કાંકરાની માફ્ક જાણ્યું. આ વચન! કૃપાળુદેવની કૃપાથી મળેલા વીસ દોહા આત્મભાવથી બોલવાના છે, અને ઉપયોગમાં રહે
૨૦