________________
મૂંઝવણ ટળી જતાં કેટલી પ્રફુલ્લતા આવે? આવા પુરુષનો જોગ કોઈ મહાપુણે થયો તેનું માહાત્મ અપાર છે. ગમે તે ગતિ થાય તો પણ જો શરણ છે તો અવશ્ય મોક્ષે લઈ જશે. આ કાળમાં આવા પુરુષ મળ્યા તે અહોભાગ્ય! એક વચન પણ ખરા હૃદયથી આરાધે તેનું કલ્યાણ થશે. પુરુષાર્થ કરવો જોઈએ. આત્માની દાઝ રાખી સત્પરુષ પર પ્રેમ વધારે, તેમ તેમ બોધ પરિણમે. પરંતુ મને સત્પરુષનું માહાત્મ લાગ્યું નથી તેથી પરમપ્રેમનો એક અંશ પણ મારામાં નથી. તેમનાં વચન સાંભળી ઉલ્લાસભાવ સ્નેહ આવે તેમ થતું નથી. લગ્નનાં ગીત ગાતાં ઉત્સાહમાં ઘાંટો બેસાડી દે તેવો ઉત્સાહ પરમાર્થભક્તિમાં નથી. સંસારનો સ્નેહ પલટાઈને ભગવાન પ્રત્યે થવો જોઈએ. તે અપૂર્વ સ્નેહ પ્રગટે તો – સાચી અગ્નિનો એક તણખો જેમ બધું રૂ બાળી મૂકે, તેમ એક અંશ સ્નેહ આવે તો બધાં કર્મો બાળી નાખે! માથે અનંતકાળનાં કર્મોરૂપી બોજો છે. ઘણું કામ કરવાનું છે તે માટે પરમ પ્રભાવ– બળ જોઈએ તે નથી. સિંહનો શિકાર કરવા જતાં સસલાથી બીએ તે
૪૨