________________
કેમ પાલવે? તેમ સંસારનાં બંધનો તોડવા બળ, હિમ્મત, પુરુષાર્થ જોઈએ તે નથી.
અચલરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭
આત્મસ્વરૂપ પામવા માટે સતત ઇચ્છા, લગની, રટણ લાગવું જોઈએ તેવી આસક્તિ મારામાં નથી. ક્ષણિક વસ્તુઓમાં આસક્તિ છે. “જૈસી પ્રીતિ હરામકી તૈસી હર પર હોય, ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકરે કોય.” વળી વિરહમાં દુખ થવું જોઈએ, ઝંખના રહેવી જોઈએ તે પણ નથી. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને લખ્યું હતું કે “વિરહમાં પણ કલ્યાણ છે.” વિરહમાં પણ જો સત્પરુષ વિશેષ સાંભરે ને પ્રેમ વર્ધમાન થાય તો હિતકારી છે. પણ તેવો વિરહાગ્નિનો તાપ લાગવો જોઈએ.
વળી તારી સર્વ જીવો પ્રત્યે અત્યંત કરુણા, અલૌકિક પ્રીતિ છે. “કોને તારું ને કોને પાર ઉતારું!” એવી નિષ્કારણ કરુણા છે. જે તીર્થંકરો તથા જ્ઞાનીઓ મોક્ષ ગયા છે તેમણે પરમ પ્રેમથી પોતાને તથા પરને તારવા
૪૩