________________
આત્માનો અનુભવ એ જ જ્ઞાન છે. માટે જ્ઞાન જ્ઞાનીમાં જ છે. તે કેવી રીતે છે? આ જીવ ને આ દેહ એવો ભેદ એ ભાયો નહીં, પચખાણ કીધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહો ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩
જ્યારે આત્માને દેહથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે, ત્યાં જ જ્ઞાન રહ્યું છે. જ્યારે તે ભેદજ્ઞાન થાય ત્યાર પછી જ મોક્ષ સારુ કરેલો પુરુષાર્થ સફળ છે. તે પહેલાં જે વ્રત પચખાણ કરે છે તે સંસાર માટે થાય છે. તેને મોક્ષાર્થે ન ગણી શકાય એમ ભગવતીસૂત્રમાં કહ્યું છે તે તદ્દન સત્ય છે. જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે સુંદર શરીર ને દિવ્ય વિષયભોગો જ અજાણપણે પણ ઇચ્છે. તેથી તેનાં વ્રત પચખાણ તેને સંસારી સુખો પ્રાપ્ત કરાવી તેમાં આસક્ત કરી પાપ બંધાવી ચાર ગતિમાં રખડાવે છે. સમક્તિ વગર સર્વ વૃથા છે.. મિથ્યાત્વીનું બધું સંસારાર્થે છે, મોક્ષાર્થે