________________
નથી. માટે પ્રથમ ભેદજ્ઞાન જોઈએ. સમકિતીને વિષયભોગો અગ્નિ જેવા લાગે માટે ન ઇચ્છે.
કેવળ નહીં બહાચર્યથી કેવળ નહી સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે શાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪
સર્વથી ઉત્કૃષ્ટ વ્રત બ્રહ્મચર્ય તથા સાધુપણું, તેથી પણ જ્ઞાન થતું નથી. પરંતુ “જ્ઞાન કેવળથી કળો.” કેવળ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ સર્વ વિભાવથી રહિત- દેહાદિ પર પદાર્થોમાં આત્માનો આભાસ થઈ રહ્યો છે તેથી રહિત- શાશ્વત ચૈતન્ય સ્વરૂપ એવો કેવળ માત્ર આત્મા જ, શુદ્ધાત્મા. આત્મસિદ્ધિમાં કહ્યું છે–
“આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત;
જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ તે રીત.” દેહાદિથી ભિન્ન શુદ્ધ આત્માનું જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન જાણવું.