________________
થશે ત્યારે તે સમજાશે. એક રીતે એવો અર્થ નીકળે છે કે ચતુર પુરુષને આંગળી કરીને દિશા બતાવે છે ત્યારે તે દગ એટલે સમ્યગદર્શનને જ્ઞાનીના સંકેતને અનુસરતાં પ્રાપ્ત કરે છે. મિલહે-મળે છે. પ્રાપ્ત કરે છે.
તે આત્મા કેવો છે? રસસ્વરૂપ છે. જો કે : એમ ઉપનિષદમાં વાકય છે. આત્માનભવરૂપ રસ પીનાર કોઈ વિરલા નિરંજન દેવ એટલે શુદ્ધ સ્વરૂપ આત્મા છે કે જેનો જોગ રહીને પામીને જીવ અજર અમર થાય છે. તે પદમાં અનંત કાળ સ્થિતિ કરી રહે છે. સમદ્દષ્ટિ જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત મોક્ષમાર્ગમાં જ રહે ને અનુક્રમે આગળ વધી મોક્ષ પ્રાપ્ત કરે. “કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદજાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી” (આંક ૫૬૯). સત્પરુષ સાચા મળે, બોધ આપે, પછી જીવ જો તે બોધ અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ પ્રેમ આણી, બળિયો થઈને આરાધે તો પાત્ર થાય અને આગળ દશા પ્રાપ્ત કરતાં સમક્તિ પામે. જેને
૭૪