________________
L હે પ્રભુ! | હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧
હે પ્રભુ, કહેતાં ભગવાનનું જે શુદ્ધ સ્વરૂપ અથવા સદ્ગુરુનું શુદ્ધ સ્વરૂપ કે નિશ્ચયનયે પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ એ પર લક્ષ જવો જોઈએ. અહો! તેનું વર્ણન થઈ શકે તેવું નથી. “કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો” – એવું તે અદ્ભુત છે. તેનું ધ્યાન કરવા યોગ્ય છે. અંતરાત્મા થયા પછી જીવ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ તે પરમાત્મા પ્રત્યે જ વળે છે. તે જ મારું દીનનું હિત કરનાર છે, મારા નાથ છે, કરુણાસાગર છે. શી સપુરુષની કરુણા છે! દયા છે! પ્રેમ છે! આપ એવા છો ને હું તો અજ્ઞાન અને મિથ્યાત્વને લઈને સર્વ દોષનું ભાજન છું. સર્વ દોષમાં મુખ્ય એવું મારું અજ્ઞાન છે, બાહ્યાત્માપણું છે.
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ ગુજરૂપ - નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨
૩૬