________________
તેથી મને મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ ક્ષણ પણ કોઈ વખત થતો નથી. શુભ અશુભમાં જ હું લાગી રહ્યો છું. પણ શુદ્ધભાવ કે જે જીવને સમક્તિ પમાડી મોક્ષ તરફ વાળે તે હજુ આવ્યો નથી, ત્યાં સુધી તારું જે શુદ્ધ સ્વરૂપ તેમાં વૃત્તિ જોડીને એકલયપણે, ભક્તિપણે, સર્વાર્પણપણે રહેવું જોઈએ, સર્વત્ર તને જ જોઉં એવો પ્રેમ-લગની નથી લાગી. બધે આત્મા જોવો એમ પ્રભુશ્રીજીએ કહ્યું છે. તે પણ થતું નથી. પ્રભુ! આપ સમીપ જ બેઠા છો એમ જાણીને બધું વર્તન કયારે થશે? સર્વ ભાવ પ્રભુમય થતા નથી. તે માટે લઘુતા, દીનતા, વિનયભાવ જાગવો જોઈએ. સપુરુષને આશ્રયે કંઈક સમજણ આવે તો સાથે અત્યંત નમ્રતા વિનય આવવાં જોઈએ. હે પરમ સ્વરૂપ! આપને હું શું કહું?
નથી આશા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણો વિશ્વાસ દઢ, ન પરમાદર નાહીં. ૩
ગુરુદેવની આજ્ઞા રાગદ્વેષ રહિત સમભાવમાં રહેવાની છે. તેમાં અચળપણે ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર વર્તાતું
૩૭.