________________
તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી. હવે કોઈ પર વસ્તુમાં મમત્વ ન કરું. અહો! હું બહુ ભૂલી ગયો, એટલું કહેતાંમાં તો ભરતેશ્વરના અંતરમાંથી તિમિરપટ ટળી ગયું અને શુક્લધ્યાન પ્રાપ્ત થયું તેથી અશેષ ઘનઘાતી કર્મ બળીને ભસ્મ થયાં તેથી કેવળજ્ઞાન પ્રગટ થયું. ભરતેશ્વરને રિદ્ધિ ઉત્કૃષ્ટ હતી તો પણ તેનું મમત્વ તેઓએ ઉતારી નાખ્યું. તેમ દરેક જીવ વિચારે તો સમજાય કે અનાદિકાળથી પર વસ્તુમાં મિથ્યા મમત્વ કરીને આત્માને બંધન કર્યું છે તેથી જન્મમરણ થાય છે. પોતાનું શું એ વિચારે તો ભૂલ સમજાય અને ખરેખરી રીતે ભૂલ સમજાય, ત્યારે પશ્ચાત્તાપ કરે. • મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં.
શાથી ભૂલી ગયો? મનુષ્યદેહ દુર્લભ છે. તેની એક ઘડી પણ અમૂલ્ય છે. તેમાં કોઈ સત્પરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. એવા સપુરુષનાં વચનો પ્રાપ્ત થવાં ત્રણે કાળે અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે, છતાં જ્યારે તે મળી આવ્યાં ત્યારે તેનું માહાત્મ જાણું નહીં. તેને સામાન્યમાં ગણી કાઢયાં અથવા તો પૂરાં