________________
સાંભળ્યાં જ નહીં. પુરુષના એક એક વચનને લક્ષમાં લેવાથી કોઈ કોઈ જીવ સંસાર તરી ગયા છે– મોક્ષ ગયા છે. પુરુષનાં વચન વિચારીને જીવે લક્ષ કરી લેવાનો છે કે હવે મારે શું કરવાનું છે? જો લક્ષ બંધાઈ જાય તો પછી તેના પ્રયત્નમાં લાગી જાય. કોઈએ પચાસ હજાર રૂપિયા કમાવા એમ લક્ષ ક્ય હોય અને પછી પ્રયત્ન કરે તો તેથી અર્ધા પણ કમાઈ શકે, પરંતુ લક્ષ જ ન હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. તેવી રીતે પુરુષના વચનથી આત્માનું હિત શામાં છે, તે વિચારીને શું કરવું તેનો લક્ષ થવો જોઈએ. એ રીતે સત્પરુષનાં વચનો લક્ષમાં લીધાં નહીં તેથી હજી સંસારનો અંત આવ્યો નથી. તમારાં કહેલાં અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં.
ભગવાને જીવ અને અજીવ અને તેના વિસ્તારરૂપે નવ તત્ત્વ અથવા છ દ્રવ્ય કહ્યાં છે. તેમાં આખા વિશ્વના પદાર્થો આવી જાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય તે દર્શાવ્યું છે. અથવા તો આત્મા એ જ અનુપમ તત્વ છે. આત્માને જાણતાં વિશ્વનાં
૮૦