________________
પદાર્થોનું જ્ઞાન પણ યથાર્થપણે થાય છે. ભગવાને કહેલાં આ તત્ત્વોને ઊંડા ઊતરી વિચાર્યું નહીં. તત્ત્વ સમજાવું એ સિદ્ધાંતબોધ છે, તે થવા પ્રથમ ઉપદેશબોધ અથવા વૈરાગ્ય ને ઉપશમની જરૂર છે. કષાયની મંદતા થાય, માત્ર મોક્ષ અભિલાષા થાય, આત્માનું હિત કરવાના ભાવ જાગે ત્યારે જિજ્ઞાસુ કે આત્માર્થી બને ત્યારે સરુનો બોધ, સિદ્ધાંતબોધ રુચે અને પછી તેનો જ વિચાર કરે. બીજા સંસારના વિચારો છોડીને ભગવાનના કહેલા તત્ત્વોનો વિચાર કરે.
તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં.
ભગવાનનાં વચન સાંભળે, વિચારે પછી તેને આચરવાના ભાવ થાય. ભગવાને જે ઉત્તમ ચારિત્ર અથવા શીલ ઉપદેશ્ય છે કે આત્મસ્વરૂપમાં રહેવું, તે શીલ મેં પાળ્યું નહીં. અથવા વ્યવહારથી મુનિના ધર્મો અને ગૃહસ્થના ધર્મો પ્રણીત કર્યા છે તે રીતે વર્તન કર્યું નહીં. પ્રયત્ન કરતાં કરતાં ત્યારે સદ્વર્તન સહજ થઈ જાય ત્યારે તે શીલ કહેવાય. ભગવાનની આજ્ઞાનુસાર વર્તવાનો પ્રયત્ન કર્યો નહીં. સત્પરુષનાં વચન દયમાં