________________
વહ સાધન બાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અનેક પ્રકારનાં શાસ્ત્રો છે. જેમકે ચરણાનુયોગ, કરણાનુયોગ, ધર્મકથાનુયોગ વગેરે. તે સર્વ શાસ્ત્રોને તેના નયપૂર્વક એટલે નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાની સમજણપૂર્વક શીખ્યો, સમજો. તેથી મત કેમ સ્થાપિત કરવા ને ઉથાપવા તેનું રહસ્ય જાણ્યું. એ રીતે અનેક ધર્મમતો સ્થાપિત કર્યા તેમ જ અનેક ધર્મમતો ઉખેડી નાખ્યા. જેમકે મહાવીર સ્વામીના પૂર્વ ભવોમાં થયું હતું.
આ બધાં સાધનો જીવે અનાદિ કાળથી અનેક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ભમતાં અનેકાનેક વખત (બાર = વાર) કર્યા છે, છતાં તેને હજુ તેનું ફળ કંઈ પ્રાપ્ત થયું નથી. ધર્મ સાધનો કર્યા પણ ધર્મ ન પામ્યો.
અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સરુ કોય ન ભેદ લહે; મુખ આગલ હૈ કહ બાત કહે? ૪
૬૯