________________
જ્ઞાની કહે છે કે હવે થોભ! ને વિચાર કે એ સાધનો સફળ કેમ ન થયાં? શું બાકી રહી ગયું? તો કે ગુરુ વિના જ્ઞાન નથી. મર્મ તો સદ્ગુરુના અંતરમાં રહ્યો છે. તે બતાવે, સમજાવે ત્યારે સમજાય તેમ છે. સદ્ગુરુની સહાય વિના પોતાની મેળે સ્વચ્છેદે કોઈને ધર્મનું રહસ્ય પ્રાપ્ત થતું નથી. કારણ તે આત્માને મૂકીને પરમાં જ શોધે છે. બાહ્ય આરાધના અને સાધનોને ધર્મ માને છે. જ્યારે સદ્ગ મળે તો કહે કે ધર્મ એ તો તારું મૂળ સ્વરૂપ જ છે. સત્ એ તો પાસે જ છે, દૂર નથી. તેની સમજણ સાચા સદ્ગુરુ જેમણે પોતે સત્ પ્રાપ્ત કર્યું છે તેમના બોધ આવે છે. પાત્રતા અને સમ્બોધ બે મળે ત્યારે સમજાય.
કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે,
જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે ૫ સદ્ગુરુ કૃપાળુદેવ કહે છે કે મને તમારા પર પરમ દયા આવે છે, તેથી કહું છું કે સતની પ્રાપ્તિ