________________
જંગલમાં કે હિમાલય જેવા પર્વતની ગુફામાં જતા રહી એકાંત સેવે છે, પરંતુ ત્યાં પણ પરિણામ બદલાતાં ગમે તે વસ્તુમાં ફરી આસક્ત થઈ જાય છે. જેમકે ભરતજી યોગ સાધતાં હરણીના બચ્ચામાં મોહ પામી બંધાયા. આત્મપ્રાપ્તિ માટે તીવ્ર ભાવ થયો હોય તે વખતે સદ્ગર મળે ને ઉપદેશ ગ્રહણ કરે તો વૈરાગ્ય વધે. સત્પરુષનો યોગ થયો, બોધ મળ્યો, તો પછી સ્વચ્છેદ મૂકવો જોઈએ. બીજી બધી ઇચ્છાઓ છોડીને સદ્ગુરુને શરણે રહેવું જોઈએ. પોતાના દોષ ઓળખી દૂર કરીને પાત્રતા લાવવી જોઈએ. પોતાનો દોષ જુએ નહીં અને અન્યના દોષો જોવામાં ખોટી થાય તો મળેલો યોગ વૃથા જાય. માટે સત્સંગમાં પોતાના દોષ કાઢવા કમર કસવી જોઈએ. આત્મા પામવા માટે લગની લાગે, સરુની આજ્ઞાએ વર્તાય અને પોતાના દોષો દૂર કરવામાં પુરુષાર્થ થાય તો આત્મપ્રાપ્તિ થાય. તરવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવો યોગ મહા દુર્લભ છે તે વૃથા ગયો તો ફરી મળવો મુશ્કેલ છે.