________________
સદ્ગુરુની ઉપાસના કરવી પડે. પ્રભુને પામવા ગુરુકૃપા જોઈએ. નમસ્કારાદિથી વિનય કરવો જોઈએ. નમ્રતા ન આવે ત્યાં સુધી પોતાના દોષો જણાય નહીં. સદ્ગુરુના યોગથી તેમના ગુણો સમજાતાં પોતાના દોષો જણાય છે. દોષ દેખાય ત્યારે તે કાઢવાનો પ્રયત્ન કરે. કાંટો ખેંચે તો કાઢી નાખે તેમ. રાગદ્વેષરૂપી અનંત દોષો છે પરંતુ તેની ખબર નથી. અજ્ઞાનને લઈને નિરાંતે ઊંઘે છે. સરુ તેને જગાડે છે. જાગે પછી પુરુષાર્થ આદરે. પ્રભુશ્રીજી કહેતા કે જાગ્યા ત્યાંથી સવાર. સરુનો યોગ થયા અગાઉ પણ જીવે અવ્યક્તપણે ભગવાનને, સને જાણવાની ભાવના સેવી હોય છે, તેના ફળરૂપ મનુષ્યભવ, સપુરુષનો જોગ વગેરે મળે છે. વળી સંસારમાં રોગ, મરણ વગેરે દુ:ખના પ્રસંગોમાં કલ્યાણ કરવાના ભાવ થાય છે, તેવામાં સારું નિમિત્ત મળી જાય તો આત્મા બળવાન થઈ આગળ વધે, પરંતુ તેનું નિમિત્ત ન બને તો ફરી બીજા પ્રસંગો લગ્ન વગેરેના આવતાં આવેલો વૈરાગ્ય તદ્દન જતો રહે છે, ભુલાઈ જાય છે. કેટલાક લોકો વૈરાગ્યની ધૂનમાં