________________
આ તત્ત્વજ્ઞાનમાંથી દુહા વીસ છે તે મુખપાઠ કરવા અને રોજ બોલવા. બોલતાં એવી ભાવના કરવી કે હે પ્રભુ! હું તો અનંત દોષનો ભરેલો છું– ક્રોધ, માન, માયા, લોભ, વિષય, પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. એવી દીનત્વની ભાવના કરવી, બહુ સમજવા જેવા આ વીસ દુહા છે. (પાના નં. ૩૧૦)
ભક્તિના “વીસ દુહા ધમનિયમ' બહુ પુણ્ય કેરા પંજથી” “ક્ષમાપનાનો પાઠ, વગેરે રોજ ભક્તિ કરવામાં આવે તેથી કોટિ કર્મ ખપી જશે, સારી ગતિ થશે. એકલો આવ્યો છે એકલો જશે. ભક્તિ કરી હશે તે ધર્મ સાથે જશે, આત્માને સુખ પમાડવું હોય તો પૈસોટકો કાંઈ સાથે આવશે નહીં. એક ભજનભક્તિ કરી હશે તે સાથે આવશે. ઘણા ભવ છૂટી જશે. માટે આ કર્તવ્ય છે. તેથી મનુષ્યભવ સફળ થશે.
(પાના નં. ૩૮૦)
૨૨