________________
અને પાપોથી જીવ પાછો વળે. તેને વિચાર આવે કે આ તો બંધનનાં કારણો છે ને મારે તો મોક્ષ જવું છે. પુરુષ કરુણાને લઈને બોધ કરે છે. તેમાંનો એક શબ્દ પણ પકડાશે તો સંસારથી બચાશે. જ્ઞાનીનાં વચનો એવાં બળવાળાં હોય છે કે પચ્ચીસ વર્ષ શાસ્ત્રાભ્યાસ કરતાં ન સમજાય તે પુરુષના યોગથી થોડા વખતમાં પ્રાપ્ત થાય!
અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫
આ દુ:ખરૂપ સંસારમાં અજ્ઞાનપણે હું કયારથી આથડું છું? તેનો વિચાર કરતાં કંઈ છેડો હાથ લાગતો નથી અર્થાત્ હું અનાદિકાળથી એ જ સ્થિતિમાં છું! કર્મને આધીન જન્મ-મરણ કરું છું. હે ભગવાન! હું પરાધીનપણે સંસારમાં રખડી દુઃખી દુઃખી થઈ રહ્યો છું પરંતુ મને સનું ભાન થયું નથી. સંત અથવા સપુરુષનું ઓળખાણ થવું એ જ સમક્તિ છે. અનંતકાળથી ભ્રમણ કરતાં છૂટવા માટે પ્રયત્નો કર્યા હશે પરંતુ તે સાચા જ્ઞાનીની આજ્ઞાએ ન થયા. જ્ઞાનીનો જોગ ક્વચિત્ થયો ત્યારે