________________
પણ નથી. મિથ્યાત્વ અવસ્થાના ગુણો પણ પરિભ્રમણનાં કારણ છે તેથી પાપરૂપ જ છે, અવગુણ છે. એમ મારામાં પાત્રતા નથી તેથી હે ભગવાન! આપની સન્મુખ આવતાં પણ શરમાઉં છું. મારામાં એક ગુણ નથી અને આપ સર્વગુણસંપન્ન છો તો આપની સન્મુખ આવવાની ધૃષ્ટતા શી રીતે કરું? કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪
છતાં હું તમારી સમક્ષ ઊભો રહેવાની હિમ્મત કરું છું કારણ કે તમે સાક્ષાત્ કરુણારૂપ છો, દીન-રાંકના બંધુ છો, નાથ છો. જે નમ્ર ગરીબ થઈને શરણે આવે તેને તમે વિના વિલંબે સહાય કરો છો. તો. હે પ્રભુ! હું મહા પાપી ને અત્યંત નિરાધાર છું. સંસારમાં આપના સિવાય મારું કોઈ નથી. અનાદિ કાળથી સંસારરૂપી કૂવામાં હું પડયો છું. તેમાંથી બહાર કાઢવા મારા પર કૃપાદષ્ટિ કરો. અથવા ગ્રહો પ્રભુજી હાથ’ એટલે આપના બોધરૂપી હાથથી મને તારો. સપુરુષના બોધનું અવલંબન પકડી રાખે તો વિષય-વિકાર
૫૫