________________
હું, મારું આ નામ, આ મારાં સગાં, આ મારું ગામ, આ મારું ઘર વગેરે જે જે સંયોગો પ્રાપ્ત થાય તેમાં એટલો બધો અહંભાવ ને મમત્વભાવ થઈ જાય છે કે નિરંતર તેના જ સંકલ્પવિકલ્પ થયા કરે છે. આ વિપરીત સમજણ છે તે જ મિથ્યાત્વ છે. પરવસ્તુમાં અહંભાવ મમત્વભાવ થઈ ગયો છે તે દૂર થાય તો સમક્તિ જાગે; ને હું દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ છું તે મનાય, પરંતુ અત્યારે તો સ્વપ્નાની સૃષ્ટિમાં ગૂંચવાઈ જવાય તેમ મોહરૂપ નિદ્રાથી ઉત્પન્ન થયેલા આ સંસારરૂપ સ્વપ્નામાં એકાકાર થઈને દુઃખી થઈ રહ્યો છું. પરંતુ ત્યાં લક્ષ ફરે કે હું આ નહીં, હું તો શાશ્વત છું, હાલ માનું છું તે અવસ્થા તો થોડા કાળ માટે છે, તો જાગૃત થાય.
પ્રભુશ્રીજી કહેતા કે તું વાણિયો નહીં, બ્રાહ્મણ નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, ઘરડો નહીં, જુવાન નહીં. એ પર વિચાર કરે તો ભૂલ સમજાય.
સપુરુષ રાતદિવસ આત્માના પુરુષાર્થમાં રહે છે તો આપણે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ? સત્પરુષે બોધ
પ૧