________________
કર્મનિર્જરા થાય તેટલી શુદ્ધતા–પવિત્રતા થઈ કહેવાય. સમક્તિ થાય ત્યારથી નિર્જરા થવા માંડે છે. આત્માની કર્મમલરહિત દશા થવી તે મોક્ષ છે. દયાશાંતિ વગેરે કરીને એ શુદ્ધ ભાવનું ઓળખાણ કરવાનું છે. સમક્તિ ગુણ આવે એટલે આત્માના બધા ગુણો ઓળખાય. સર્વ ગુણાંશ તે સમક્તિ. સમક્તિ થતાં આત્મા વિભાવમાંથી ફરીને સ્વભાવ તરફ ઢળે છે. શુદ્ધાત્મામાં પરિણમવું તે જ પવિત્રતા છે.
હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.
આત્માના ગુણો ઓળખ્યા નહીં ત્યાં સુધી ભૂલ્યો તેથી સંસારમાં આથડયો– અજ્ઞાનને લીધે જન્મમરણ કર્યા. તૃષ્ણાથી દુઃખી થતો રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. કેટલું દુ:ખ લાગ્યું ત્યારે આ વચનો નીકળ્યાં હશે! સંસાર અત્યંત દુ:ખરૂપ લાગે ત્યો ત્યાંથી પ્રીતિ ખસે એવું છે. સંસારથી પ્રીતિ ઊઠે ત્યારે પરમાર્થમાં જોડાય, અનંત કાળનો આ સંસાર