________________
આત્મા છે. જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાનીએ જોયો તે આત્મા. (પાના નં. ૪૦૩)
વીસ દોહરા, આત્મસિદ્ધિ, ક્ષમાપના, વગેરેનું મહત્ત્વ અત્યંત છે! એ તો આત્મસ્વરૂપ પામેલા, આ કળિકાળમાં દુર્લભ, એવા પુરુષની વાણી છે. એનાથી યથાર્થ સમજે આત્મ સ્વભાવ પ્રગટે છે. દેવચંદ્રજીના સ્તવનો પણ એક આત્મજ્ઞની વાણી છે. છતાં પરમ કૃપાળુદેવની વાણી એનાથી ચઢિયાતી છે. એવા પુરુષ ઘણે કાળે થયાં. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કારરૂપ હતું. મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો, તો તેમને ગુરુ કરી સ્થાપવા દઢ શ્રદ્ધા કરવી. (પાના નં. ૪૧૧)
વીસ દોહરા, ક્ષમાપના શીખે અને રાજે બોલે તો ઘણું કલ્યાણ થાય. મનમાં સ્મરણ રાખે તો તેની કોઈ ના પાડે એમ તો નથી. માટે તે કરવું. એથી ભવ ઓછા થાય અને અંતે જન્મ-મરણથી છુટાય.
(પાના નં. ૪૨૮)
૨૪