________________
બધાં શાસ્ત્રો લખાયાં છે. એ હોય તો શાસ્ત્રો વાંચતાં પોતાને તેવો જ અનુભવ છે એમ જણાય. પ્રભુશ્રીજીને એવી અપૂર્વ ભક્તિ હતી તેથી ગમે તે શાસ્ત્ર પોતે સમજી શકતા અને કહેતા કે “શાસ્ત્રોનું કથન અમને સાખ પૂરે છે.” એવો પરમ પ્રેમ તે જ શ્રદ્ધા-સમક્તિ છે. ત્યાંથી જ મોક્ષની શરૂઆત છે. તેને જ જ્ઞાનીઓએ કેવલજ્ઞાનનું બીજ કહ્યું છે. એવો દઢ પ્રેમ જ્ઞાની પ્રત્યે થતાં આત્મદર્શન પમાય છે. જ્યાં આત્મજ્ઞાન પ્રકાશે છે તે પ્રત્યે અપૂર્વ પ્રેમ આવતાં, ત્યાં ધ્યાન સ્થિર થતાં આત્મદર્શન પમાય છે- પોતાના આત્માનો અનુભવ પ્રગટે છે.
જ્ઞાની સદ્ગની પ્રશસ્ત ભક્તિ સેવા જીવ કરે, જ્ઞાનીની આજ્ઞા આરાધે તો તેને સંસાર પરની આસક્તિ ઘટવા માંડે અને જ્ઞાનીની આત્મદશાની ઓળખાણ થતાં તેમાં રુચિ પ્રગટે ત્યારે જે આત્માનો ઉપયોગ બહાર છે તે ફરીને પોતામાં સ્થિર થવાનો પુરુષાર્થ જાગે અને એ રીતે કર્મની સ્થિતિ ઘટતાં અને પરિણામની શુદ્ધિ થતાં કોઈ અપૂર્વ વખતે આત્મસ્વરૂપનું દર્શન જીવને