________________
કર્તવ્ય, અકર્તવ્ય વગેરેનો લેશ પણ વિવેક થયો નહીં.
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સસાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭
ધર્મ માટે જેટલાં સાધનો મળી આવ્યાં તે બધાં કર્યા, પરંતુ તે બધાં સાધનો આત્માને સંસારમાંથી મુક્ત કરવાને બદલે બંધન કરનારાં નીવડયાં. અસત્ સાધન હોવાથી શુભાશુભ બંધ કરી સંસાર વધારનારાં થયાં. હવે મારી સમજ પ્રમાણે તો એક ઉપાય બાકી રહ્યો નથી. છતાં આત્માને મુક્ત કરે એવું સત્સાધન શું તે હજુ જાણ્યું નથી. શાસ્ત્રમાં કહ્યું છે તે બધું કરી ચૂક્યો પણ માર્ગ હાથ ન લાગ્યો; કેમકે શાસ્ત્રમાં તો માર્ગ કહ્યો છે પણ મર્મ કહ્યો નથી. મર્મ તો પુરુષના અંતરમાં રહ્યો છે. તે મર્મ સમજવો બાકી રહ્યો છે. તે સત્પરુષની ભક્તિ દ્વારા સમજાય. સત્પરુષે આચર્યો તે ધર્મ. ભક્તિથી “સત્પરુષના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે અને સહેજે આત્મબોધ થાય” (છ પદનો પત્ર). જ્ઞાની આત્માના ઉપયોગમાં રહે છે તેથી તેમને બીજું
૫૮