________________
પ્રસ્તાવના શ્રી સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.”
મુખપૃષ્ઠ ઉપર કલાત્મક રીતે સપ્તરંગી ચક્રમાં પરમકૃપાળુદેવે આપેલ મહામંત્ર આલેખ્યો છે, જેની મધ્યમાં ‘શ્રીપરમકૃપાળુદેવનું હસ્તલીખીતે હે પ્રભુ” છે.
પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્રદેવની આજ્ઞાનું યથાર્થ આરાધન કરી પોતાનું આત્મહિત કર્યું એવા સર્વોત્કૃષ્ટ ઉપકારી પરમ પૂજ્ય શ્રીમદ્ લઘુરાજસ્વામી (પ્રભુશ્રી)ની કૃપાથી આજ્ઞાભક્તિ “હે પ્રભુ” (ભક્તિના વીસ દોહરા), “યમનિયમ”, “ક્ષમાપના” તથા મહા ચમત્કારિક અમૂલ્ય મંત્ર “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” આ દુષમ્ કાળમાં આપણને પ્રાપ્તિ થઈ. તે એમનો મહાઉપકાર છે. તેથી તેઓશ્રી જે આપણા હિતની વાત કરે છે તે વિસારી દેવા જેવી ન હોય.
આવી આજ્ઞાભક્તિનું મહાસ્ય શ્રી પ્રભુશ્રીએ “શ્રીઉપદેશામૃતમાં ઠેર ઠેર બતાવ્યું છે. તે મહાત્મ આ પુસ્તકમાં લેવામાં આવ્યું છે. આજથી સો વર્ષ પહેલાં સંવત ૧૯૪૭, ભાદરવા સુદ આઠમના પવિત્ર